AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi News : તાપીમાં વન્ય પ્રાણી સપ્તાહ 2023ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ, જંગલી પશુઓ સાથેના કોન્ફ્લીક્ટના કેસો અંગે કરાઇ ચર્ચા

વન્ય પ્રાણી સપ્તાહ 2023ની તાપી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે કામ કરતા મયુર કુમાવત દ્વારા ‘Human Leopard Conflict Management’ અંગે, કૌશલ મોદી દ્વારા ‘Case Study of Leopard in South Gujarat’ અંગે અને નિખીલભાઈ સુર્વે દ્વારા ‘Leopard Biology and Research અંગે’, રણજીતભાઈ જાધવ દ્વારા Role of Media અંગે’ પ્રવચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Tapi News : તાપીમાં વન્ય પ્રાણી સપ્તાહ 2023ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ, જંગલી પશુઓ સાથેના કોન્ફ્લીક્ટના કેસો અંગે કરાઇ ચર્ચા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 10:57 PM
Share

હાલમાં ચાલી રહેલા વન્ય પ્રાણી સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વન્ય પ્રાણી અંગે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અનુસંધાને તાપી જિલ્લામાં સ્થાનિક યુવા યુવતીઓને વન્ય પ્રાણીઓની બચાવ કામગીરીનો ભાગ બનવા અને લોકોને પ્રાણીઓ પ્રત્યે સદભાવના કેળવવા અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન વન વિભાગ સહિત અન્ય NGOના અગ્રણીઓ હજાર રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી  ડૉ.શશીકુમાર મુખ્ય વન સંરક્ષક-સુરત વન વર્તુળ દ્વારા તમામ વન વિભાગના અધિકારી કર્મચારીઓને વન્યજીવોને બચાવવાના કામમાં વધુમાં વધુ નાગરિકોને જોડવા અપીલ કરી હતી.

ખાસ કરીને સ્થાનિક યુવા યુવતીઓને વન્ય પ્રાણીઓની બચાવ કામગીરીનો ભાગ બનવા અને લોકોને પ્રાણીઓ પ્રત્યે સદભાવના કેળવવા અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેયું કે, એક જવાબદાર અધિકારી-કર્મચારી તરીકે સૌના ઘણા બધા રોલ હોય છે. કોઇ પણ કામ એક ઝુંબેશ ત્યારે બને જ્યારે તેમાં સ્થાનિક લોકો સહભાગી બને. તેમણે વન્ય પ્રાણીઓને બચાવવા સ્થાનિક નાગરિકોને જાગૃત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

નાયબ વન સંરક્ષક પુનીત નૈયરે સ્વાગત પ્રવચન કરતા પોતાની કારકિર્દી દરમ્યાન બનેલા અવનવા બનાવો અને જંગલી પશુઓ સાથેના કોન્ફ્લીક્ટના કેસો અંગે ચર્ચા કરી હતી. તેમણે સૌને આ વિસ્તારને ધ્યાને લેતા દિપળાના કેસોમાં કારણ વગર પાંજરામા પુરવું ન જોઇએ એમ સૌને ખાસ અનુરોધ કર્યો હતો.

નાયબ વન સંરક્ષ દ્વારા પશુઓના જીવને બચાવવા અને જંગલી પશુઓ પણ સુષ્ટી ચક્રનો મહત્વનો ભાગ છે એમ સમજ કેળવી હતી. કાર્યક્રમમાં વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે કામ કરતા મયુર કુમાવત દ્વારા ‘Human Leopard Conflict Management’ અંગે, કૌશલ મોદી દ્વારા ‘Case Study of Leopard in South Gujarat’ અંગે અને નિખીલભાઈ સુર્વે દ્વારા ‘Leopard Biology and Research અંગે’, રણજીતભાઈ જાધવ દ્વારા Role of Media અંગે’ પ્રવચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Tapi News : “મિલેટ કી રંગ બેરંગી થાલી” થીમ હેઠળ મિલેટ વાનગી પ્રર્દશન અને વાનગી સ્પર્ધા યોજાઇ

આ પ્રસંગે વન્ય પ્રાણી જાગૃતતા અંગે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પુષ્પાંજલી સંસ્થા અમદાવાદના કલાકારો દ્વારા “જીવનું કરીએ જતન અને પાવન કરીએ વતન” વિષય ઉપર વન્ય પ્રાણીઓને બચાવવા અંગે નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થીત સૌએ વન્યપ્રાણીઓને બચાવવાની શપથ લીધી હતી.

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">