Tapi : પેટ્રોલ ડીઝલના ભાવવધારાને પગલે જિલ્લામાં પણ હવે ઇલેક્ટ્રિક બાઈકનું વધતું ચલણ
તે જ પ્રમાણે જોઈએ તો આ પાંચ (Five )મહિનામાં 79 ઇલેક્ટ્રિક બાઈક રજીસ્ટર્ડ થઇ છે. જયારે 1 ઇલેક્ટ્રિક રીક્ષા રજીસ્ટર્ડ થઇ છે. ઉપરાંત 278 જેટલી સીએનજી કાર, 3 સીએનજી રીક્ષા અને 37 સીએનજી ગુડ વ્હીકલ રજીસ્ટર્ડ થયા છે.
એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે પેટ્રોલ(Petrol ) ડીઝલના ભાવવધારાને કારણે આમ જનતા(Public ) હેરાન થઇ ગઈ છે. ઇંધણમાં થયેલા ભાવ વધારાની અસર દરેક ચીજવસ્તુઓના ભાવ પર પડી છે. જેના કારણે સામાન્ય પરિવારે ઘર ચલાવવું મુશ્કેલ થઇ રહ્યું છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિકલ્પરૂપે ઉભરી રહેલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનો ટ્રેન્ડ મહાનગરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યો છે. અને આ જ કારણ છે કે નાના નાના જિલ્લાઓ અને ગામડાઓમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
તાપી જિલ્લાની જ વાત કરીએ તો અહીં પણ પેટ્રોલ ડીઝલના ભાવવધારાને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળી રહ્યા છે. ઇંધણના ભાવ વધવાને કારણે વાહન ચાલકોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે તેના વિકલ્પમાં હવે વાહનચાલકો ઇલેક્ટ્રિક વાહનો અને સીએનજીથી ચાલતા વાહનો ખરીદવા તરફ આકર્ષાઈ રહ્યા છે. તાપી જિલ્લામાં આ વર્ષ ઇલેક્ટ્રિક વાહનો અને સીએનજી વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
તાપી જિલ્લામાં આરટીઓ કચેરીમાં અત્યારસુધી 1.41 લાખ થી વધુ વાહનો નોંધાયા છે. હાલ અહીં વર્ષ 2022થી ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનોનું રજીસ્ટ્રેશન વધ્યું છે. જોકે અત્યારસુધી એકપણ ફોર વ્હીલ વાહનનું રજીસ્ટ્રેશન થયું નથી. પણ ટુ વ્હીલર વાહનોની ખરીદી સૌથી વધારે જોવા મળી છે. છેલ્લા પાંચ મહિનાની જ વાત કરી તો જાન્યુઆરીથી લઈને મે મહિના સુધી તાપી જિલ્લામાં કુલ 80 જેટલી ઇલેક્ટ્રિક ગાડીઓ અને 318 જેટલા સીએનજી વાહનો આરટીઓ કચેરીમાં રજીસ્ટર્ડ થયા છે.
તે જ પ્રમાણે જોઈએ તો આ પાંચ મહિનામાં 79 ઇલેક્ટ્રિક બાઈક રજીસ્ટર્ડ થઇ છે. જયારે 1 ઇલેક્ટ્રિક રીક્ષા રજીસ્ટર્ડ થઇ છે. ઉપરાંત 278 જેટલી સીએનજી કાર, 3 સીએનજી રીક્ષા અને 37 સીએનજી ગુડ વ્હીકલ રજીસ્ટર્ડ થયા છે. આ જ બતાવે છે કે હવે શહેરોની સાથે સાથે જિલ્લામાં પણ ઇલેક્ટ્રિક વાહનો વાહનચાલકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. એકતરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ લોકો બચત પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો ખરીદવા કરતા માટે હવે આ વૈકલ્પિક વાહનો તરફ વધુ વળી રહ્યા છે.