Gujarat weather: ઠંડીમાં આંશિક વધારો, દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધાશે મોટો ફેરફાર, જાણો તમારા શહેરનું હવામાન

તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની વકી છે જેના કારણે દિવસે તીવ્ર ગરમી અનુભવાય તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો વડોદરાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાાન 21 ડિગ્રી રહેશે.

Gujarat weather:  ઠંડીમાં આંશિક વધારો, દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધાશે મોટો ફેરફાર, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 7:46 AM

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને તેના કારણે ક્યારેક વાતાવરણમાં ઠંડી તો ક્યારેક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ તો બપોર ચઢતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક જ દિવસમાં વાતાવરણમાં બે થી ત્રણ ડિગ્રીના ફરકના કારણે ઠંડી અને ગરમીનો  સાથે અનુભવ થઈ રહ્યો છે.  જોકે આજે

જાણો વિવિધ શહેરોમાં કેવું રહેશે તાપમાન

આજે મોટા ભાગના શહેરોમાં તાપમાન ગત રોજના તાપમાન કરતાં વધેલું રહેવાનું અનુમાન છે અંદાજિત વરતારામાં પણ જોવા મળી રહ્યું છે કે ગઈ કાલ કરતા ગુજરાતનો શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જેના કારણે બપોરે ગરમી અને રાત્રે હળવી ઠંડક અનુભવાશે તો અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી પહોંચતા ગરમીનો અનુભવ થશે તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 18 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. દિવસનું તાપમાન ઉંચુ રહેતા અરવલ્લીમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દાહોદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી થશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. અહીં દિવસના તાપમાનમાં વધારો થતા અતિશય ગરમીનો અનુભવ થશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાનું અનુમાન છે. જ્યારે પોરબંદરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે.

તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 જેટલું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો વડોદરાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાાન 21 ડિગ્રી રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">