Surendranagar News: વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન, 19 કંપનીઓ સાથે કરવામાં આવશે 858 કરોડના Mou

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમના સંદર્ભે જિલ્લા કલેકટર કલેકટર કચેરી સભાખંડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા, કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક્ઝિબિશનનું ઓપનીંગ કરવામાં આવશે

Surendranagar News: વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન, 19 કંપનીઓ સાથે કરવામાં આવશે 858 કરોડના Mou
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2023 | 5:41 PM

Surendranagar News:  વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમના સંદર્ભે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, બે દિવસ માટે જિલ્લામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Surendranagar News: થાનગઢમાં પરપ્રાંતીયોને નવરાત્રીથી મળી રોજગારી, બનાવે છે કોડિયા અને ગરબો, જુઓ Photos

આ કાર્યક્રમ થકી જિલ્લાના સ્થાનિક ઉદ્યોગોને અને ઉત્પાદનોને એક નવું બળ મળશે. જિલ્લાના ઉદ્યોગકારો અને નવા રોકાણકારો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા, કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક્ઝિબિશનનું ઓપનીંગ કરવામાં આવશે.

અંબાણી પરિવારની વહુ રાધિકાના જન્મદિવસની ઉજવણીનો ઈન્સાઈડ વીડિયો વાયરલ
હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ
PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ
ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video
ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો

સ્વરોજગારલક્ષી યોજનાઓ અન્વયે સેમિનાર તથા વર્કશોપનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગારીની નવી તકોનું સર્જન થાય તે માટે અલગ-અલગ 19 કંપનીઓ સાથે રૂ. 858 કરોડના Mou કરવામાં આવશે. એક્સપોર્ટ, GEM ક્રેડિટ લીંકેજ, આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 તથા વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અન્વયે સેમિનાર તથા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

B2B, બી2સી અને બી2જી મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્વ સહાય જૂથ, મહિલા ઉદ્યોગકારો, FPO તથા PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ ક્રેડિટ લીંકેજ તથા પ્રોત્સાહક યોજનાઓ અંગેનો સેમિનાર તથા વર્કશોપ પણ યોજાશે.

GTU અને સ્ટાર્ટઅપના તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવશે

વધુમાં તેમણે તારીખ 13ના આયોજન અંગેના માહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં જિલ્લાના બાળકો આગળ વધે તેવા હેતુથી એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં GTU અને સ્ટાર્ટઅપના તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવશે.

લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી અપાશે

આ સેમિનારથી જિલ્લાના બાળકોને સ્ટાર્ટઅપ વિશેની વિસ્તૃત જાણકારી મળશે. ઉદ્યોગ ક્ષેત્રેમાં પોતાની કારકિર્દી આગળ વધારવા ઈચ્છુક બાળકોને એક નવી દિશા મળશે. આ બે દિવસ દરમિયાન જિલ્લાના તમામ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી માટે એક્ઝિબીશન અને સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી.પારેજીયા સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના વરિષ્ઠ પત્રકારઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
g clip-path="url(#clip0_868_265)">