Surendranagar : મારૂતિ પાર્ક સોસાયટી સહીત 18 સોસાયટીમાં પીવાના પાણીમાં ભળ્યાં ગટરના ગંદા પાણી, લોકો ત્રાહિમામ
આ ઘટના શહેરના 80 ફૂટ રોડ પરના છે. જયાં છેલ્લા બે મહિનાથી મારૂતિ પાર્ક સોસાયટી અને આસપાસની અંદાજે 18 સોસાયટીમાં પીવાના પાઈપ લાઈનમાં ગટરના પાણી મિક્સ થતા લોકો ભારે હાલાકી પડી રહી છે.
સુરેન્દ્રનગરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે અમુક સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી, પીવાના શુદ્ધ પાણીમાં મિક્સ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ ઘટના શહેરના 80 ફૂટ રોડ પરના છે. જયાં છેલ્લા બે મહિનાથી મારૂતિ પાર્ક સોસાયટી અને તેની આસપાસની અંદાજે 18 સોસાયટીમાં પીવાના પાઈપ લાઈનમાં ગટરના પાણી મિક્સ થતા લોકો ભારે હાલાકી પડી રહી છે. તેમ જ ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થતા પાણીમાં ભારે દુર્ગંધ આવે છે.
ગંદકીના કારણે રોગચાળો ફેલાતા સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ વિસ્તારના પાલિકાના સભ્યોએ તંત્રને રજૂઆત કરી છતાં લાઈનનું સમારકામ કરાયું નથી. કોમન પ્લોટમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.
ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થતા લોકો ત્રાહિમામ
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના રામપુરા-કોટસણના સ્થાનિકોની મુશ્કેલી વધી હતી. ગામમાં પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી આવતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પીવાના પાણીની લાઇન ઠેર ઠેર તૂટેલી હોવાના કારણે તેમાં ગટરનું પાણી મિક્સ થઇ રહ્યું હતું અને ગટરનું ગંદુ પાણી પીવા માટે લોકો મજબૂર બન્યાં હતાં. સ્થાનિકોનો આરોપ હતો કે તેમના ગામમાં 6 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું હતું.
તો આ અગાઉ સુરત શહેરની કેટલીક જગ્યાએ પીવાના પાણીની સમસ્યા સામે આવતી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મંદિરના આજુબાજુના ઘરોની અંદર પીવાના પાણીની અંદર સમસ્યાના કારણે 500થી વધુ પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતના અડાજણના કેટલાક વિસ્તારોની અંદર 20 દિવસ સુધી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
તો બીજી તરફ રાજકોટના મોટામવાથી ભીમનગરને જોડાતા રોડનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જે સમયસર પુરુ કરવામાં ન આવતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોટામવાથી ભીમનગરને જોડતા રોડ બનાવવા માટે ખોદકામ કરીને કામને માળિયે મુકવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ખોદકામ કરતા રોડની નીચે ભૂગર્ભ ગટર હોવાનું સામે આવી રહ્યું હતું.