સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટ- સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં વંદેભારત અને અન્ય હાઈસ્પીડ ટ્રેનો રાજકોટને મળશે

રાજકોટ - સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી રેલવે દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી આ કામગીરી ચાલી રહી હતી. 1000 કરોડથી વધુના ખર્ચે 116 km રાજકોટ થી સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ છે. ડબલ ટ્રેક થતા ટ્રેનોની ફ્રિક્વન્સી વધશે, સમયનો બચાવ થશે અને ટ્રેનોની ગતિ પણ વધશે.

Ronak Majithiya
| Edited By: | Updated on: Feb 23, 2023 | 10:34 PM

રાજકોટ – સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી રેલવે દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી આ કામગીરી ચાલી રહી હતી. 1000 કરોડથી વધુના ખર્ચે 116 km રાજકોટ થી સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ છે. ડબલ ટ્રેક થતા ટ્રેનોની ફ્રિક્વન્સી વધશે, સમયનો બચાવ થશે અને ટ્રેનોની ગતિ પણ વધશે. સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનોના ક્રોસિંગ સમયે સમયનો ખૂબ બગાડ થતો હતો. આ સાથે જ ટ્રેક પર ઇલેક્ટ્રીકેશનની કામગીરી પણ ચાલી રહી છે. જે આવનારા જૂન -જુલાઈ મહિના સુધીમાં પૂરું થાય તેમ છે.

વંદેભારત, શતાબ્દી સહિતની હાઈસ્પીડ ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે

હાલ વંદેભારત, શતાબ્દી રાજધાની જેવી હાઈસ્પીડ ટ્રેનો અમદાવાદથી ચાલી રહી છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ વાસીઓને આ ટ્રેનોનો લાભ લેવો હોય તો અમદાવાદ જવું પડે છે અને ત્યાંથી આ ટ્રેનો પકડવી પડે છે. જેથી લોકોના સમયનો વ્યય થાય છે. પરંતુ ડબલ ટ્રેકનું કામ પૂરું થતાં આવનારા ટૂંક સમયમાં જ રાજકોટને લાંબા અંતરની હાઈ સ્પીડ ટ્રેનો મળશે. જેથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના મુસાફરોને રાજકોટથી જ આ હાઈસ્પીડ ટ્રેનોનો લાભ મળશે. જેથી તેમનો સમય બચશે. આવનારા જૂન જુલાઈ સુધીમાં ઇલેક્ટ્રીફીકેશન નું કામ પૂર્ણ થતા જ રાજકોટ સુધી આ ટ્રેનો લંબાવવાની જાહેરાત થઈ શકે છે.

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે કર્યું ડબલ ટ્રેક કામગીરીનું નિરીક્ષણ

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ રાજકોટ ડિવિઝનની મુલાકાત લીધી હતી અને ડબલ ટ્રેક કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું,અશોક કુમારએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયું છે.અને ઇલેક્ટ્રીફીકેશનનું કામ ચાલી રહ્યું છે. જૂન સુધીમાં આ કામ પૂર્ણ થતા જ કેટલીક હાઈસ્પીડ ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ હોવાથી રાજકોટ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં દિવસ દરમિયાન મુસાફરોની અવરજવર રહે છે અને ટ્રેનોની સંખ્યા પણ વધી રહી છે.

વંદે ભારત સહિતની ટ્રેનો રાજકોટને મળે તેવી રજૂઆત કરી હતી

જેથી રાજકોટ રેલવે સ્ટેશન પર વધુ બે પ્લેટફોર્મનો ઉમેરો કરવામાં આવશે. આ ઉપરાંત અમૃત ભારત યોજના હેઠળ જામનગર, દ્વારકા, મોરબી ઓખા સુરેન્દ્રનગર અને ભક્તિનગર સહિત રાજકોટ ડિવિઝનના 15 જેટલા રેલ્વે સ્ટેશનનનું ડેવલોપમેન્ટ પણ કરવામાં આવશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ પણ કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવને વંદે ભારત સહિતની ટ્રેનો રાજકોટને મળે તેવી રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : Gujarat Budget 2023 : ગુજરાતમાં આ વર્ષે રજૂ થશે ઐતિહાસિક બજેટ, સૌથી મોટા કદના બજેટની શકયતા

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">