સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના જીવા ગામમાં વીજ ટાવરો ઉભા કરવા મામલે ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતર ચુકવ્યા વગર વીજટાવરો નખાતા હોવાનો આક્ષેપ
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીએ ખેડૂતોની કોઇ મંજુરી લીધી નથી કે કોઇ વળતર ચુકવ્યુ નથી. પરંતુ ખેડૂતોના ઉભા પાકમાં જેસીબીથી વીજટાવરો ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ (Jiva village)આજુબાજુના ખેડૂતોના (Farmer)ખેતરોમાં પાક ઉભા છે. ત્યારે ખાનગી કંપની દ્વારા હેવી વીજ લાઇન માટે વીજ ટાવર (Power tower)ઉભા કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થતાં ખેડૂતોએ મંજુરી વગર અને કોઇપણ વળતર ચુકવ્યા વગર ગેરકાયદે બળપ્રયોગ વાપરી કંપની વીજ ટાવરો ઉભા કરતી હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. સાથે જ સ્થાનિક ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી હતી. અગામી દિવસોમાં પૂરતુ વળતર નહીં મળે તો ખેડૂતો આત્મવિલોપન અને દવા પી જીંદગીનો અંત આણવાની ચિમકી ઉચારી છે.
કચ્છના લાકડીયાથી વડોદરા સુધી 756 KVની વીજલાઇન નાખવાની કામગીરી ખાનગી કંપની દ્રારા ઘણા જ સમયથી ચાલુ છે. અનેક જગ્યાઓએ ખેડૂતોએ વીજટાવર ઉભા કરવાની કામગીરીનો વિરોધ (Protest)કર્યો છે. યોગ્ય વળતર અને મંજુરી વગર વીજટાવરો ઉભા કરતા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાંથી પણ આ વીજ લાઇન પસાર થતી હોવાથી ધ્રાંગધ્રા તાલુકાના આજુબાજુના ગામોમાં પણ જીવા ગામ સહિતના ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપની દ્વારા કામગીરી શરૂ થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીએ ખેડૂતોની કોઇ મંજુરી લીધી નથી કે કોઇ વળતર ચુકવ્યુ નથી. પરંતુ ખેડૂતોના ઉભા પાકમાં જેસીબીથી વીજટાવરો ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો વિરોધ કરે તો સાથેની સ્થાનિક પોલીસ અને SRP પોલીસ દ્વારા ખેડૂતો પર બળ પ્રયોગ વાપરી અને વીજટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે.ખેડૂતોએ વીજટાવરો ઉભા કરવાનો વિરોધ કરતા પોલીસે અટકાયત પણ કરી હતી.
ત્યારે ખેડૂતોએ તાત્કાલિક ઉભા પાકમાં થતાં નુકસાનને અટકાવવા અને હાલ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી વીજટાવરો ઉભા કરવાની કામગીરી બંધ રાખવા માંગ કરી હતી. પરંતુ ખાનગી કંપનીએ સ્થાનિક પોલીસ અને SRP બંદોબસ્ત સાથે કામગીરી ચાલુ રાખતા ખેડૂતો નારાજ થયા હતા અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.હાલ ખેતરોમાં તાત્કાલિક વીજ ટાવરો નાખવાની કામગીરી બંધ રાખવા અને યોગ્ય વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ એકઠા થઈ આવેદનપત્ર આપી માંગ કરી હતી કે તાત્કાલિક કંપની યોગ્ય વળતર ચુકવે. અગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ખેડૂતો આત્મવિલોપન કરશે અને દવા પી જીંદગીનો અંત લાવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : Dahod: પૌરાણિક કાળથી ચાલી આવતી સ્વયંવરની પ્રથા એટલે “ગોળ ગધેડા “નો મેળો
આ પણ વાંચો : અમુલ ડેરીમાં મિલ્ક ડેની ઉજવણીઃ ડેરીના પૂર્વ ડિરેક્ટરના વિચારનો તાલુકા મથકોએ અમલ કરાશે