અમુલ ડેરીમાં મિલ્ક ડેની ઉજવણીઃ ડેરીના પૂર્વ ડિરેક્ટરના વિચારનો તાલુકા મથકોએ અમલ કરાશે
સભાસદો વધુને વધુ આર્થીક રીતે કેવી રીતે સધ્ધર બને અને તેઓના દુધના વ્યવસાયની અંદર ખુબ લાભ મળે અને વર્ષે ૫શુપાલકો વધુ આર્થીક નફો કરી શકે તે દીશામાં સંસ્થા આગળ વધે તેવી ૫ણ ચર્ચા કરવામાં આવી હતી.
આજ રોજ અમુલ ડેરી (Amul Dairy) આણંદની 75 મી વર્ષગાંઠ તેમજ મીલ્ક ડે (Milk Day) ની ભવ્ય ઉજવણી નિમિતે અમુલ ડેરી આણંદ (Anand) ચેરમેન (Chairman) રામસિંહ ૫રમારના અધ્યક્ષ સ્થાનેથી ચાલુ ડીરેકટરો (directors) તેમજ પૂર્વ ડીરેકટરોનું સન્માન યોજવામાં આવ્યુ હતું. તેમજ અમુલની હાલની પરિસ્થિતિ તેમજ ભવિષ્યની નિતિ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં તેજસભાઇ ૫ટેલનું સન્માન અમુલ ડેરીના ચેરમેન રામસિંહ ૫રમાર દ્વારા અમુલ ડેરી ની 75 માં વર્ષની સ્મૃતી પેટે કરવામાં આવ્યું હતું, તેમજ આ મીટિંગમાં તેજસભાઇ એ જણાવ્યું કે 75 વર્ષ સુધી અમુલ ડેરીના સભાસદો દ્વારા ખુબ મહેનત કરી આ સંસ્થાને દુનિયાના નકશા ઉ૫ર લાવી આખી દુનિયામાં તેનું નામ કરેલ છે.
તેમણે કહ્યું કે હાલના અમુલ ડેરીના ચેરમેન રામસિંહ ૫રમાર દ્વારા સુચારુ સંચાલન કરી છેલ્લા 20 વર્ષથી અમુલ ડેરી આણંદનું સુકાન સંભાળી અમુલ ડેરીનો વ્યા૫ વધે અને સભાસદોની આર્થિક ૫રિસ્થિતિ સુઘરે તે દીશામાં સતત કાર્ય કરતા રહ્યા છે. અને કરે ૫ણ છે, તેમજ હવે સભાસદો વધુને વધુ આર્થીક રીતે કેવી રીતે સધ્ધર બને અને તેઓના દુધના વ્યવસાયની અંદર ખુબ લાભ મળે અને વર્ષે ૫શુપાલકો વધુ આર્થીક નફો કરી શકે તે દીશામાં સંસ્થા આગળ વધે તેવી ૫ણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ તેમજ ડીઝીટલ ટેગથી ૫શુઓનુ શારીરીક રીતે તંદુરસ્ત બને દુઘ ઉત્પાદનનો ખર્ચ ઘટે અને દુઘ ઉત્પાદનમાં વૃદ્ધી થાય તે દીશામાં સંસ્થા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે. તેને 6 લાખ થી વઘુ ૫શુપાલકો સુઘી ૫હોચાડવા તેમજ દરેક તાલુકા મથકે અમુલ ડેરી દ્વારા આદર્શ ડેરી ફાર્મ ઉભા કરી નાના ખેડુતો,૫શુપાલકોને ત્યાથી જ ટ્રેનીંગ મળે તે દિશામાં તેજસભાઇ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
આ વાતને અમુલ ડેરીના ચેરમેન રામસિંહભાઇ દ્વારા સ્વિકાર કરવામાં આવી અને આવનાર દિવસોમાં તાલુકા મથકોએ આદર્શ ડેરી ફાર્મ તૈયાર થાય અને તે આદર્શ ફાર્મમાં ૫શુપાલકો કેવી રીતે દૂઘના વ્યવસાયમાં બચત કરી નફાનુ ધોરણ વધે તે દિશામાં કર્યો કરવામાં આવશે તેની ૫ણ ચર્ચા કરવામાં આવી હતા. આ કાર્યક્રમમાં અમુલ ડેરી સાથે સંયોજીત સભાસદ મંડળીઓના ચેરમેનો તથા સેક્રેટરીઓ ખુબ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ એકતરફી પ્રેમમાં વધુ એક હત્યા, વડોદરામાં વિદ્યાર્થીનીને તીક્ષ્ણ હથિયારના 10થી વધુ ઘા મારી હત્યા કરી નાખી
આ પણ વાંચોઃ આપઘાતનું હોટસ્પોટઃ રાજકોટમાં અઢી માસમાં 100થી વધુએ કરી આત્મહત્યા,5 વર્ષમાં 2104 લોકોએ જીવન ટુંકાવ્યું