AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar : ચોટીલા ખાતે ચામુંડા માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી નેશનલ હાઇવે ઉપરાંત ધ્રાંગધ્રા, પાટડી અને મૂળી સહીતના ગામોથી ચોટીલા તરફ જતાં દરેક રસ્તા પર પગપાળા યાત્રાળુઓ જઇ રહ્યાં છે. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ શ્રધ્ધા સાથે માતાજીના દર્શનાર્થે જઇ રહ્યા છે.

Surendranagar : ચોટીલા ખાતે ચામુંડા માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા
Surendranagar Chotila Temple (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:42 PM
Share

સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા(Chotila)ખાતે ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શનાર્થે યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે. ચૈત્રી પુનમે(Chaitri Poonam)માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી અનેક યાત્રાળુઓ પગપાળા ચોટીલા જઇ રહ્યાં છે અને પગપાળા જઇ રહેલા ભાવિકોની સેવા માટે ઠેર ઠેર સેવાકેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતીમાં કહેવાય છે કે ” હોય શ્રધ્ધાનો વિષય તો પુરાવાઓની જરૂર હોતી નથી” ત્યારે આવી જ શ્રધ્ધા અને આસ્થા સાથે માં ચામુંડાના દર્શન માટે પગપાળ જઇ રહેલા યાત્રાળુઓથી ચોટીલા તરફના માર્ગો જોવા મળી રહ્યાં છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી પુનમને મોટી પૂનમ ગણવામાં આવે છે અને ચૈત્રી પૂનમે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ નહી સમગ્ર રાજ્યમાંથી ભાવિકો પગપાળા માં ચામુંડાના દર્શનાર્થે જઇ રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી નેશનલ હાઇવે ઉપરાંત ધ્રાંગધ્રા, પાટડી અને મૂળી સહીતના ગામોથી ચોટીલા તરફ જતાં દરેક રસ્તા પર પગપાળા યાત્રાળુઓ જઇ રહ્યાં છે. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ શ્રધ્ધા સાથે માતાજીના દર્શનાર્થે જઇ રહ્યા છે. હાલ ચૈત્ર મહિનાનો આકરો તાપ તપી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ હિટવેવની આગાહી કરવામાં આવી હોવા છતાં ભાવિકોના ધસારામાં સહેજ પણ ઓટ નથી આવી. પગપાળા જઇ રહેલા યાત્રાળુઓની સેવા કરવા માટે અનેક જગ્યાએ સેવાભાવીઆે દ્વારા સેવાકેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં યાત્રાળુઓ માટે ચા, કોફી, ઠંડા પીણા, ગરમ નાસ્તો, 24 કલાક જમવાની સગવડ તેમજ ચાલીને થાકેલા યાત્રાળુઓ માટે આરામ કરવાની વ્યવસ્થા તેમજ દવા અને ગરમ પાણી દ્વારા માલીશ કરવા સહીતની સેવા કરવામાં આવી રહી છે. હાલ ચોટીલા તરફ જતાં તમામ માર્ગો પર પગપાળા યાત્રાળુઓ જોવા મળી રહ્યા છે અને પુનમના દિવસે આ હજારો યાત્રાળુઓમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવશે.

આ પણ વાંચો : Botad: સાળંગપુરમાં હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ નીકળી ભવ્ય શોભાયાત્રા, હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા

આ પણ વાંચો : Mehsana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની શરૂઆત, પૂનમના દિવસે 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">