ગુજરાતમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 154

ગુજરાતમાં કોરોનાના (Corona) આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 07, વડોદરામાં 03, ગીર સોમનાથમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ગુજરાતમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 154
13 new cases of corona were reported in Gujarat, number of active cases was 101 (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:25 PM

14 એપ્રિલના રોજ ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે 15 એપ્રિલના રોજ કોરોનાના નવા 11 કેસ નોંધાયા હતા. જ્યારે 19 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 07 કેસ અમદાવાદમાં(Ahmedabad) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,042 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 154 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 07, વડોદરામાં 03, ગીર સોમનાથમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ગુજરાતમાં કોરોનાના વધુ એક વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ જોવા મળ્યો છે. 7 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.મુંબઇના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવેવ્યો હતો. ગઈ કાલે આવેલ રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો :Navsari : સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓવર બ્રિજનું લોકાર્પણ અને ટાઇડલ ડેમનું ખાતમૂહર્ત કર્યું

આ પણ વાંચો :Ahmedabad : 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિકલાંગ આરોપીને આજીવન કેદની સજા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">