Mehsana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની શરૂઆત, પૂનમના દિવસે 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા
બહુચરાજી(Bahucharaji) યાત્રાધામ વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ બની છે. યાત્રાધામ બહુચરાજીમાં ગુરૂવાર થી શનિવાર દરમિયાન ભરાનાર ચૈત્રી પૂનમના લોકમેળામાં લાખો શ્રધ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે પધારતા હોય છે
મહેસાણા(Mehsana) શક્તિપીઠ બહુચરાજી(Bahucharaji) માં ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવનું(Chitra Utsav) આયોજન કરાયું છે. જેના માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. શક્તિપીઠ બહુચરાજીમા 14 થી 16 એપ્રિલ ચૈત્રી ઉત્સવનું આયોજન કરાયું છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી પણ માં બહુચરના ચરણોમાં શીશ નમાવવા પગપાળા તેમજ સંઘોના માધ્યમથી બહુચરાજી પહોંચશે. આ ત્રણ દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માં બહુચરના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરશે. ચૈત્રી ઉત્સવ દરમિયાન સુરક્ષા ના ભાગ રૂપે 400 થી વધુ પોલીસ કર્મી,21 થી વધુ પોલીસ અધિકારીઓ જેવાકે dysp,pi,psi સહિતનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક રહી સુરક્ષાની કામગીરી સંભાળશે.
8 લાખ થી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેશે
શક્તિપીઠ બહુચરાજી ખાતે ત્રી દિવસીય ચૈત્રી ઉત્સવનું આયોજન કરાયું જેનો આજે બીજો દિવસ છે. ત્યારે આવતી કાલે પૂનમ ના રોજ 8 લાખ થી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેશે તેવું અનુમાન પણ લાગવાઈ રહ્યું છે. ત્યારે બહુચરાજી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ને સુરક્ષા અને વ્યવસ્થાઓ માં સહયોગ આપવા મહેસાણા એસપીએ સૂચન પણ કર્યું છે.
શાંતિ,સલામતી જળવાઇ રહે તે ખાસ આયોજન
બહુચરાજી યાત્રાધામ વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ બની છે. યાત્રાધામ બહુચરાજીમાં ગુરૂવાર થી શનિવાર દરમિયાન ભરાનાર ચૈત્રી પૂનમના લોકમેળામાં લાખો શ્રધ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે પધારતા હોય છે.માઇભક્તોને દર્શન ઉપરાંત પીવાના પાણી, રહેવા, જમવા સહિતની કોઇપણ અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઇ છે.મેળામાં શાંતિ,સલામતી જળવાઇ રહે તે ખાસ આયોજન કરાયું છે.
ચૈત્રી પુનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે.બહુચરાજીના દર્શને ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. તેમજ મેળામાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સગવડો ઉપલ્બધ કરાવી છે.યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ જવાનો પણ ખડેપગે સેવાઆપી રહ્યા છે. ભક્તોની સુખસગવડ માટે વિવિધ કમીટીઓ કાર્યરત છે.
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટે દર્શન વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, પગરખા કેન્દ્ર, વિસામાની વ્યવસ્થા, લાઈટ ડેકોરેશન અને મંદિર શણગાર, સફાઈ વ્યવસ્થા, અવાજનું પ્રદૂષણ વ્યવસ્થા, આરોગ્ય સેવા, મંદિર નિયંત્રણ કેન્દ્ર, ભેટ કેન્દ્ર, મેળાનું જીવંત પ્રસારણ, સાંસ્કૃતિક કાર્યક્ર માટે અને માતાજીના ચાચરચોકમાં મંડપ ડેકોરેશન માટેની લગભગ તૈયારીઓ પુરી થઈ ચુકી છે.
આ પણ વાંચો : Aravalli : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની નારાજગી સામે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મૌન
આ પણ વાંચો : Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો