અમેરિકા જેવો ‘ટોર્નેડો’ ગુજરાતમાં ત્રાટક્યો,જાણો ક્યા વિસ્તારમાં વેરી તબાહી

અમેરિકા જેવો 'ટોર્નેડો' ગુજરાતમાં ત્રાટક્યો,જાણો ક્યા વિસ્તારમાં વેરી તબાહી
Cyclone in Lakhtar

વાવાઝોડાના પગલે વીજપોલ ધરાશાયી થતાં આજુબાજુના ગામોમાં અંધારપટ છવાયો હતો.જેને કારણે PGVCLએ તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી હતી.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 22, 2022 | 11:35 AM

સુરેન્દ્રનગરના (Surendranagar) લખતર તાલુકામાં(Lakhtar Taluka)  વાવાઝોડાના (Cyclone) કારણે તબાહી જોવા મળી છે.ગઇકાલે સાંજે લખતરના જ્યોતિપરા ગામ પાસે ત્રાટક્યું હતુ. જેને કારણે 42 વીજપોલ અને મોટા ટાવર ધરાશાયી હતા.મહત્વનું છે કે,વીજપોલ ધરાશાયી થતાં આજુબાજુના ગામોમાં અંધારપટ છવાયો હતો.જેને કારણે PGVCLએ તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી હતી.બીજી તરફ વિરમગામના નળકાંઠા વિસ્તારમાં પણ સાઈક્લોનનો અનોખો નજારો જોવા મળ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું (Rain) આગમન થઈ ગયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળી શકે છે.ભારતીય હવામાન વિભાગનું (IMD) માનીએ તો વલસાડ (Valsad)  જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 24 જૂનથી 26 જૂન સુધી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેને લઇને NDRF અને SDRFની ટીમને તહેનાત કરવામાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. તો વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે વડોદરાથી NDRFની એક ટીમ નવસારી પહોંચી ગઈ છે. તો SDRFની એક-એક ટીમને સુરત અને ભરૂચમાં તૈનાત કરવામાં આવી છે આમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati