Surendranagar: લખતરના બાબાજીપરા ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર (Surendranagar)માં લખતરના બાબાજીપરા ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓ રોષે ભરાયા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 04, 2021 | 5:28 PM

સુરેન્દ્રનગર (Surendranagar)માં લખતરના બાબાજીપરા ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓ રોષે ભરાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે UGVCL દ્વારા ખેડૂતોની મંજૂરી લીધા વિના જ તેમના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેના કારણે પાકને નુકશાન જવાની ભીતિ છે. ખેડૂતોનું કહેવું છે કે માથાભારે શખ્સોના કહેવાથી ખેતરોમાં વીજ પોલ ઉભા કરવામાં આવ્યા છે. સમગ્ર મુદ્દે ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું છે અને ગ્રામસભા યોજીને ચૂંટણી (local body polls 2021) બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

 

 

આ પણ વાંચો: Ahmedabad Municipal કોર્પોરેશનનો રસીકરણ કાર્યક્રમ વિવાદમાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">