સુરેન્દ્રનગર : ઘૂડખર અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
16 ઓક્ટોબરથી ઘૂડખર અભયારણ્ય સહિતના ગુજરાતના તમામ 27 અભયારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.
કચ્છના રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે.
16 ઓક્ટોબરથી ઘૂડખર અભયારણ્ય સહિતના ગુજરાતના તમામ 27 અભયારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગત આપતા બજાણા ઘુડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ રાઠવાએ જણાવ્યું કે, આજથી ઘૂડખર અભયારણ્ય ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની નદીઓના પાણી રણમાં ઠલવાતા હજી પણ રણમાં વરસાદી પાણીનો ભરાવો અને કાદવ કીચડનું સામ્રાજ્ય છે. તંત્ર દ્વારા એને યુધ્ધના ધોરણે વ્યવસ્થિત કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જેથી કરીને અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ઝડપી ખુલે એવા પ્રયત્નો હાથ ધરાયા છે. જેથી કરીને દિવાળીના તહેવારો નિમિત્તે પ્રવાસન ઉદ્યોગને એની અસર ન પડે.
ગુજરાતમાં કુલ 27 અભયારણ્યો આવેલા છે. જેમાં રણકાંઠામાં 4954 ચો.કિ.મી.માં ફેલાયેલુ ઘૂડખર અભયારણ્ય પણ આવેલું છે. જ્યાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા 6082 જેટલા ઘૂડખરો વસવાટ કરે છે. ઘૂડખર પ્રાણીનો સંવનનકાળનો સમય હોઇ એમને ખલેલ ન પહોંચે એટલે આ ઘૂડખર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સતત ચાર મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે.
આ પણ વાંચો : સૌ.યુનિ.માં અધ્યાપકોની ભરતીનો વિવાદ, ભરતીમાં ભલામણો માટે વોટ્સઅપ ગ્રૂપ બનતા NSUIનો વિરોધ
આ પણ વાંચો : Harshal Patel : ગુજરાતમાં જન્મેલો ખેલાડી હરિયાણાની કેપ્ટનશીપ કરે છે, જાણો પર્પલ કેપ જીતનાર હર્ષલ પટેલની કહાની