AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધશે, કેન્દ્ર સરકાર અને જર્મન કંપની વચ્ચે રૂપિયા 3464 કરોડના લોન કરાર થયા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસીએલ) લિમીટેડે લોકો માટે સસ્તી, સુલભ, ઝડપી અને સુરક્ષિત જાહેર પરિવહન સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યની સફરમાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધશે, કેન્દ્ર સરકાર અને જર્મન કંપની વચ્ચે રૂપિયા 3464 કરોડના લોન કરાર થયા
Surat Metro Rail ( Representative Image)
Darshal Raval
| Edited By: | Updated on: Dec 18, 2021 | 2:39 PM
Share

નવી દિલ્હી(New Delhi)  ખાતે ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગ (DEA) અને જર્મન કંપની-KFW (ધિરાણકર્તા) વચ્ચે સુરત(Surat)  મેટ્રો રેલ પ્રોજેક્ટ-1(Metro Rail Project)  માટે રુપિયા ૩૪૬૪ કરોડના (૪૪ર.ર૬ મિલિયન યુરો) લોન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧ની ૪૦.૩પ કિ.મીટર લંબાઈ માટે કુલ મંજૂર પ્રોજેક્ટ કિંમત રુપિયા ૧ર૦ર૦.૩ર કરોડમાંથી રુપિયા પ૪૩૪.રપ કરોડ લોન મારફત મેળવવાનું આયોજન હતું. જે પૈકી રુપિયા ૩૪૬૪ કરોડની લોન કે.એફ.ડબલ્યુ (KFW) પાસેથી અને બાકીના રુપિયા ૧૯૭૦ કરોડ ફ્રેન્ચ ડેવલપમેન્ટ બેંક -AFD પાસેથી મળશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસીએલ) લિમીટેડે લોકો માટે સસ્તી, સુલભ, ઝડપી અને સુરક્ષિત જાહેર પરિવહન સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યની સફરમાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આની સાથે જ સાથે જ વર્ષ ર૦ર૪માં સુરત મેટ્રો રેલ પ્રોજેકટના બાંધકામનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મેટ્રો રેલ (Metro Rail ) સુરત શહેરની નવી ઓળખ બનવા જઈ રહી છે. સરથાણાથી ડ્રીમ સિટી(Dream City ) અને ભેંસાણથી સારોલીને જોડતા બે રૂટ પર મેટ્રો રેલનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મેટ્રો રેલના કુલ 40.35 કિમી રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાની કાર્યવાહી ચાલી રહી છે. 21.61 કિમીના આ રૂટ પર કામે વેગ પકડ્યો છે. આ સાથે સુરત મેટ્રોના બંને રૂટની ખાસ ઓળખ બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે જ્યારે ભેંસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે. સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક, લાંબા હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઈવે થઈને, મજુરાગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે.

પ્રથમ તબક્કામાં 21.61 કિમીના રૂટ પર સૌરાષ્ટ્રવાસીમાં અનેક હીરાના કારખાના આવેલા છે. આ રૂટનો એક છેડો ડાયમંડનું હબ બનવા જઈ રહેલા ડ્રીમ સિટીમાં પૂર્ણ થઈ રહ્યો છે. આ કોરિડોરને ડાયમંડ કોરિડોર તરીકે વિશેષ ઓળખ આપશે. તેને ડાયમંડ કોરિડોર તરીકે લોકપ્રિય કરવામાં આવશે.

મેટ્રોના બીજા તબક્કામાં ભેંસાણથી સારોલીને જોડતો 18.84 કિમીનો રૂટ વિકસાવવામાં આવશે. આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા, અંજના ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સ્ટેંશનના ઘણા ટેક્સટાઇલ માર્કેટ આવેલા છે. આ કોરિડોર નંબર 2 એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે.

જેથી આ પ્રોજેક્ટ સાકાર થતા જ તેને સુરતની ઓળખ સમાન ડાયમંડ કોરિડોર અને ટેક્સટાઇલ કોરિડોર નામ આપીને સુરત શહેર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલ આ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના માટે શહેરના કેટલાક માર્ગોને એક વર્ષ માટે બંધ પણ કરી દેવામાં આવ્યા છે. આવનારા સમયમાં સુરતને જલ્દી આ પ્રોજેક્ટ સમર્પિત થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરાયા છે.

આ પણ વાંચો : રાજ્યની 4 મેટ્રો સિટીમાં 18 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, વાલીઓને સતર્ક રહેવાની જરુર

આ પણ વાંચો :  ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક પેપર લીક કેસ, જિલ્લા પોલીસવડાએ આ કર્યા નવા ખુલાસા

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">