રાજ્યની 4 મેટ્રો સિટીમાં 18 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, વાલીઓને સતર્ક રહેવાની જરુર
વાલીઓ હવે ખૂબ જ સાવચેત રહેવાની જરુર છે. કારણકે બાળકોને વેક્સિન મુકવાની મંજુરી હજુ સુધી મળી નથી. જેથી માતા પિતાની બેદરકારીથી તમારુ બાળક કોરોનાનો શિકાર થઈ શકે છે, જેથી પહેલેથી જ વાલીઓએ સતર્ક રહેવાની જરુર છે.
એક બાજૂ રાજ્યમાં ઓમિક્રોન(Omicron)નો પગપેસારો થઈ ચુક્યો છે. તો બીજી તરફ શાળાઓ(Schools)માં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. હજુ તો શાળાઓમાં માંડ ઓફલાઇન શિક્ષણ શરુ થયુ હતુ, ત્યાં હવે કોરોનાએ શાળાઓમાં ઓનલાઇન હાજરી પુરાવાનું શરુ કરી દીધુ છે. રાજ્યના 4 મહાનગરો(Metros)ની શાળાઓમાં જ 18 વિદ્યાર્થી(Student)ઓ કોરોના(Corona) સંક્રમિત આવ્યા છે. જેના કારણે વાલીઓના માથા ઉપર ચિંતાની કરચલીઓ દેખાવા લાગી છે.
વાલીઓએ હવે ખૂબ જ સાવચેત રહેવાની જરુર છે. કારણકે બાળકોને વેક્સિન મુકવાની મંજુરી હજુ સુધી મળી નથી. જેથી માતા પિતાની બેદરકારીથી તમારુ બાળક કોરોનાનો શિકાર થઈ શકે છે અને જે બાદ તમે કઇ નહીં કરી શકવા માટે પસ્તાઇ શકો છો. જેથી પહેલેથી જ વાલીઓએ સતર્ક રહેવાની જરુર છે.
4 મેટ્રો સિટીમાં કોરોના
રાજ્યના 4 મહાનગરોની શાળાઓમાં જ 18 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવ્યા છે..સુરતની શાળાઓમાં 9, અમદાવાદની બે શાળાઓમાં 4, રાજકોટની શાળાઓમાં 3, અને વડોદરાની શાળાઓમાં 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવ્યા છે..
શિક્ષકો પણ સંક્રમિત
આ સાથે રાજકોટ અને વડોદરામાં એક-એક શિક્ષક પણ સંક્રમિત આવ્યા છે. હાલ આ બાબતે શિક્ષણ વિભાગે તે શાળાઓના ઓફલાઈન વર્ગો સાત દિવસ બંધ કરવા સૂચન કર્યું છે. સાથે જ શાળાઓને અન્ય બાળકોના ટેસ્ટ કરવા આદેશ કર્યા છે.
મહત્વનું છે કે તંત્ર અને શિક્ષણ વિભાગ સાવચેતીના પગલા લઈ રહ્યા છે અને વિદ્યાર્થીને સંક્રમિત થતા અટકાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે… એવામાં વાલી પણ જો થોડી કાળજી અને સાવચેતી રાખે તો બાળકોને સંક્રમિત થતા અટકાવી શકાય છે.
આ પણ વાંચોઃ 83 Grand Premiere: આ દિવસે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મનું થશે ભવ્ય પ્રીમિયર, આ ખાસ લોકો આપશે હાજરી