AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વેસુમાં 12 વર્ષની કિશોરીને વિધર્મી યુવકે ભગાડી બળાત્કાર ગુજાર્યો, પોલીસે યુવકની કરી ધરપકડ

સુરતના વેસું ખાતે 12 વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી તેને ત્યાંથી ભગાડી જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ પોલીસે તપસ હાથ ધરી છે. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Surat: વેસુમાં 12 વર્ષની કિશોરીને વિધર્મી યુવકે ભગાડી બળાત્કાર ગુજાર્યો, પોલીસે યુવકની કરી ધરપકડ
Baldev Suthar
| Edited By: | Updated on: May 19, 2023 | 5:45 PM
Share

સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુ ની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા આધેડની 12 વર્ષની દીકરી પર તે જ સ્થળે કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. 12 વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી તેણે ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બનાવને પગલે કિશોરીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફત નામના યુવકે કિશોરી પર બગાડી દાનત

બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના વેસુ વીઆઈપી રોડ પર નંદનવન ટુ ની બાજુમાં હાલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ કામ કરી રહ્યો છે. આ દરમિયાન ત્યાં જ કામ કરતાં મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફત નામના યુવકે ત્યા જ કામ કરતા આધેડની 12 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી.

કિશોરી ૫૨ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો

12 વર્ષની કિશોરીના પિતા પણ ત્યાં જ સાઇટ પર બાંધકામ કરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ તકનો લાભ ઉઠાવી મોહમ્મદ રેજાઉલે કિશોરી સાથે વાત કરી ત્યાંથી ભગાડી ગયો હતો અને અન્ય સ્થળે લઈ જઈ કિશોરી ૫૨ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બાદમાં કિશોરી ન દેખાતા તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો : દીકરીનું હડકવાના લક્ષણ બાદ મોત થતા પરિવારના 30 સભ્યો રસી લેવા પહોંચ્યા, જુઓ Video

પુત્રીની શોધખોળ બાદ પરિવારને ખબર પડી હતી કે મોહમ્મદ રેજાઉલ નામનો યુવક તેણીને ભગાડી લઈ ગયો છે. જેથી કિશોરીના પિતાએ તાત્કાલિક વેસુ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. વિધર્મી યુવક સામે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. જોકે ત્યારબાદ કિશોરીએ તમામ હકીકત જણાવતા તેના પરિવારએ મોહમ્મ રેજાઉલ મહંમદ સરાફત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વિધર્મી યુવક મોહમ્મ રેજાઉલ મહંમદ સરાફતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">