સુરતના વેસુ વિસ્તારમાં પહેલા માળેથી પટકાતા કિશોરનું થયુ મોત, જુઓ VIDEO

સુરતના વેસુ વિસ્તારમાં પહેલા માળેથી પટકાતા કિશોરનું થયુ મોત, જુઓ VIDEO

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 19, 2023 | 1:17 PM

કિશોર બાર માળની બિલ્ડિંગમાં કામ કરી રહ્યો હતો, એ દરમિાયન ઘટના ઘટી છે. મૃતક કિશોર પ્રતાપગઢ જિલ્લાના બોરીપી ગામનો રહેવાસી છે અને રોજગારી અર્થ તે સુરત રહેતો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં એક કિશોર પહેલા માળેથી નીચે પટકાતા મોત થયુ છે. માહિતી મુજબ કિશોર બાર માળની બિલ્ડિંગમાં કામ કરી રહ્યો હતો. મૃતક કિશોર પ્રતાપગઢ જિલ્લાના બોરીપી ગામનો રહેવાસી છે અને રોજગારી અર્થ તે સુરત રહેતો હતો. આપને જણાવી દઈએ કે, બિલ્ડિંગમાં તે બ્રેકર મશીન ચલાવતો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટના અંગે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી કે પાટીલે જણાવ્યું હતુ કે, કિશોર કામ કરતો તે દરમિયાન તે નીચે પટકાયો અને માથાને ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. બાદમાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતુ. હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ  ધરાઈ છે. આપને જણાવી દઈએ કે, કિશોરની ઉંમર માત્ર 17 વર્ષ છે.

આ પહેલા સુરતના પાલ વિસ્તારમાં બિલ્ડીંગના નવમા માળેથી પટકાતા યુવકનુ મોત થયુ હતુ. મહત્વનું છે કે, બિલ્ડિંગના નવમા માળે કામ કરતી વખતે બેલેન્સ ગુમાવતા યુવક નીચે પટકાયો હતો. મુસફીક આલમ નામનો આ યુવક મોતને ભેટ્યો હતો.મૃતકના એક વર્ષ પહેલા જ યુવકના લગ્ન થયા હતા.શહેરના પાલ વિસ્તારમાં યુનિવર્સિલ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શનનુ કામ ચાલી રહ્યુ હતુ અને તે દરમિયાન આ ઘટના ઘટી છે.

g clip-path="url(#clip0_868_265)">