Surat જિલ્લા પોલીસની અનોખી પહેલ, પોલીસ તમારે દ્વાર અભિયાન દ્વારા કરાશે વૃદ્ધોની મદદ

સુરત જિલ્લા પોલીસ દ્વારા 'પોલીસ તમારે દ્વાર' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનમાં સુરત જિલ્લા પોલીસ વડાથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓ નિશ્ચિત તારીખ અને સમયે તેમના વિસ્તારમાં વૃદ્ધોની મદદ કરવા જવાનું અભિયાન હાથ ધર્યું છે.

Surat જિલ્લા પોલીસની અનોખી પહેલ, પોલીસ તમારે દ્વાર અભિયાન દ્વારા કરાશે વૃદ્ધોની મદદ
Unique initiative of Surat District Police will help the elderly through door to door campaign
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 04, 2021 | 2:28 PM

સુરત(Surat)જિલ્લા પોલીસ(Police) દ્વારા વૃદ્ધો માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ લોકોના પ્રશ્નો હલ થાય તે માટે પોલીસ દ્વારા ‘પોલીસ તમારે દ્વાર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનમાં સુરત જિલ્લા પોલીસ વડાથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓ નિશ્ચિત તારીખ અને સમયે તેમના વિસ્તારમાં વૃદ્ધોની મદદ કરવા જવાનું અભિયાન હાથ ધર્યું છે.

આ અભિયાનમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં રહેતા વૃદ્ધોની જરૂરીયાત મુજબ અનાજ, દવા સહિતની વસ્તુઓ પુરી પાડવામાં આવશે.

પોલીસ વૃદ્ધોના ઘર સુધી પહોંચી તેમની ફરિયાદ સાંભળશે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યું કે જ્યારે પોલીસ સ્ટેશન સુધી બીમાર અને અશક્ત વૃદ્ધોને આવવાની ફરજ પડતી હોય છે.તે સમયે ઘણા લોકો પોલીસ સ્ટેશન ન આવી શકતા નથી મનમાં જ મૂંઝાતા હોય ત્યારે તેમની ફરિયાદ તેમના ઘર આંગણે જ સાંભળવામાં આવે તે માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં પોલીસના દરેક કર્મચારીઓ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધોના ઘર સુધી પહોંચી તેમની ફરિયાદ તો સાંભળશે જ પરંતુ સાથે સાથે તેમને પડતી અગવડતાઓનું પણ નિરાકરણ કરવા પ્રયાસ કરવામાં આવશે.

લોકોનો ડર દૂર કરવાનો અનોખો પ્રયાસ

સુરતના દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ વિસ્તાર વધુ આવેલ હોવાથી અને ગામના લોકો પોલીસ સામે આવતા ગભરાતા પણ હોય છે તેવામાં આ અભિયાન વધુ મહ્ત્વનું સાબિત થશે સુરત જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન માં અંતર્ગત કોઈ પોલીસ કર્મચારી પર વર્ક લોડ ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

કેટલાક વૃદ્ધોએ પોતાના પ્રશ્નો પણ કહ્યા

પોલીસ કર્મચારીઓમાં પણ કંઈ કર્યાનો સંતોષ રહે અને ઉત્સાહ તથા નવી સ્કૂર્તિ સાથે કામ કરવામાં આવે તેવું પણ આ અભિયાન અંતર્ગત ધ્યાન રાખવામાં આવ્યું છે.સુરત જિલ્લા SP ઉષા રાડા અને સુરત જિલ્લા DYSP હેતલ સોલંકીએ પોતાના સ્ટાફ સાથે પોતાના અલગ અલગ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતું જેમાં કેટલાક વૃદ્ધોએ પોતાના પ્રશ્નો પણ કહ્યા કોઈ એ પોતાના ઘરમાં નાના મોટા ઝઘડા બાબતે કહેતા પોલીસ ઘરમાં તમામ સભ્યોને સમજાવ્યા પણ હતા.

આ પણ વાંચો : Birthday Special: 7 નેશનલ એવોર્ડ વિજેતા, 17 વર્ષની ઉંમરે પ્રથમ ધૂન, જાણો વિશાલ ભારદ્વાજ વિશે અજાણી વાતો

આ પણ વાંચો :  Health Care : ચોમાસામાં માથું ઉંચકતા લેપ્ટોસ્પાયરોસીસીનું કોને રહે છે વધારે જોખમ ? જાણો શું છે લક્ષણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">