Ukraine Russia War: સુરતના રશિયા-યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસો તેજ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિધાર્થીઓ સાથે કરી વાત

સુરતમાંથી કુલ 150થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેન અને રશિયામાં ફસાયા છે ત્યારે સરકાર આ મામલે ગંભીર છે અને તમામ પ્રયત્નો કરી રહ્યાની વાત સી.આર પાટીલે કરી હતી.

Ukraine Russia War: સુરતના રશિયા-યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસો તેજ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિધાર્થીઓ સાથે કરી વાત
Gujarat BJP President CR Paatil Talk With Students Trapped In Ukraine Russia
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:35 PM

યુક્રેનમાં(Ukraine)  જે માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત(Gujarat)ના અલગ અલગ શહેરોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ(Student)  ફસાયા છે ત્યારે સુરતના અને જિલ્લાના કુલ 150થી વધુ જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે જેમને સલામત રીતે લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા પણ ત્યાં વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોલિંગમાં વાત પણ કરી અને વિદ્યાર્થીઓને આશ્વસાન આપવામાં આવ્યું હતું.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે સુરતથી અભ્યાસ માટે ગયેલા અંદાજે 150થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેન અને રશિયામાં ફસાયા છે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુરત ખાતેની ઓફિસ ખાતે પહોંચીને રજુઆત કરી હતી . તેમણે વિદ્યાર્થીઓ કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે વહેલી તકે અમારા બાળકોને પરત લાલાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.

વિદ્યાર્થીઓને પરત લાવવા માંગ

જો કે સી.આર.પાટીલે આ મામલે યુક્રેન અને રશિયામાં ફસાયેલ વિદ્યાર્થીઓ સાથે એક પછી એક એક કરી વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરીને ત્યાંની પરિસ્થિતિ અંગેની પણ માહિતી મેળવીને વિદ્યાર્થીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું.જ્યારે વાલીઓમાં વધુ ચિંતામાં છે કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ ને એક જગ્યાએ થી બીજી જગ્યા પર લઈ જવા માં પણ આવી રહ્યા છે જ્યારે વાલીઓ પણ ખુબજ ચિંતિત છે કે કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને પરત લાવવા માંગ કરી રહ્યા છે.

સુરતમાંથી કુલ 150થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેન અને રશિયામાં ફસાયા

સુરતમાંથી કુલ 150થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેન અને રશિયામાં ફસાયા છે ત્યારે સરકાર આ મામલે ગંભીર છે અને તમામ પ્રયત્નો કરી રહ્યાની વાત સી.આર પાટીલે કરી હતી. પરિવાર સાથે મુલાકાત લીધા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મીડિયાને સંબોધન કરતા કહ્યું હતું કે 150 જેટલા વાલીઓ રજુઆત કરવા પહોંચ્યા છે ત્યારે દેશ વડાપ્રધાને રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી છે .સરકાર એમ્બેસીના કોન્ટેકટમાં છે. એમ્બેસી પણ તમામની મદદ કરી રહી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચો : Ahmedabad : જીટીયુએ ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ કર્યા, ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે : ગૃહરાજ્યમંત્રી

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને, ખાસ વિમાન દ્વારા સરકાર લાવશે સ્વદેશ

g clip-path="url(#clip0_868_265)">