સરકારી જગ્યા પર દબાણ કરનારા તત્વોને સંઘવીનું અલ્ટીમેટમ, Tv9 સત્તા સંમેલનમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ગૃહ પ્રધાને કરી મહત્વની વાત, જુઓ Video

|

Mar 09, 2024 | 9:04 PM

લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર ભારતમાં રાજકીય માહોલ છે. ચૂંટણી પહેલા Tv9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલન 2024નું અમદાવાદ ખાતે આયોજન કર્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતના રાજકારણની વાત મુખ્ય સ્થાને છે. આ સાથે અહીં રાજ્યમાં ગુનાને રોકવા સરકારે કરેલ કામો અંગે મહત્વની વાત કરી. જેના માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

સરકારી જગ્યા પર દબાણ કરનારા તત્વોને સંઘવીનું અલ્ટીમેટમ, Tv9 સત્તા સંમેલનમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ગૃહ પ્રધાને કરી મહત્વની વાત, જુઓ Video

Follow us on

અમદાવાદ ખાતે આજે યોજાયેલા Tv9 ગુજરાતીના સત્તા સંમેલન સમેલનમાં ગુજરાતન કાયદા ક્ષેત્રના મહત્વના મુદા અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વાત કરી હતી. હર્ષ રમેશ સંઘવી હાલમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી છે. તેઓ છેલ્લા 3 સત્રોથી ગુજરાત વિધાનસભામાં મજુરા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ સેવા આપી છે.

હર્ષ સંઘવીએ સત્તા સમેલનમાં વાત કરતાં જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. અને તેમણે જણાવ્યું કે, મોદી સરકારે કરેલા કામોને લઈ તેમજ કાયદામાં કરેલા સુધારા અંગે વાત કરી હતી. કારણ કે તેના કારણે આજે ગુનેગારોને ન્યાય આપવા સરળતા રહે છે.

બુલડોઝર સરકારી જગ્યા પર ફેરવવામાં આવે છે

આ સાથે ગુજરાતમાં ગુનાઓ સાથે સંડોવાયેલા લોકો અંગે તેમણે જણાવ્યું કે, આવા ગુનેનગરોને છોડવામાં નહીં આવે. આ સાથે બુલડોઝર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં જે બુલડોઝર ફેરવવામાં આવે છે તે સરકારી જગ્યા પર ફેરવવામાં આવે છે. આ સાથે તેમણે જામનગરના આરોપીની વાત કરી હતી. જેમાં સોપારી ખોર વિરુદ્ધ કાર્યવાહી કરી જગ્યા ખુલ્લી કારવાઈ જેનો લાભ જામનગરના લોકોને થવાનો છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

હર્ષ સંઘવી પર લાગેલા મદ્રેસા તોડવાના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે, બધા ધર્મ મારા માટે સરખા છે. આ સાથે તેમણે રઝાક સોપારી વિરુદ્ધ થયેલી કાર્યવાહી અંગે વાત કરી હતી. અને તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કેમ આવા અનેક ગુનેગારો પકડવાનું કામ ભાજપની તમામ સરકારે કરી છે. અને આજે પોરબંદર, અમદાવાદ સહિતના જીલ્લાઓ બદલાયા છે.

Tv9 ના મધ્યમથી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નાગરિકોની આસ્થાનું સમ્માન અમે કરીએ છીએ પરંતુ આસ્થાના નામે સરકારી જમીન પર બાંધકામ નહીં કરવા અંગે ગૃહ મંત્રીએ જણાવ્યું. અને વિનંતી કરી કે, આ રીતે કોઈ પણ નાગરિક બાંધકામ ના કરે. અમે કોઈ પણ જગ્યાએ બુલડોઝર ફેરવવા નથી માગતા.

લોકસભામાં મોદી કી ગેરંટી અંગે વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના નાગરીકો સાથે મળીને આગળ કામ કરશે અને 26 સીટો ઐતિહાસિક માર્જિનથી વિજય મેળવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

કોંગ્રેસના લોકોને ભાજપમાં લાવવા અંગે સંઘવીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીની ગુજરાત વિઝિટ નક્કી થઈ તો લોકો ચિંતામાં આવી ગયા. કેમ કે, “આવીને એ નવું કરે તો અમારું શું થશે”. તેથી લોકો પહેલાથી બેસી ગયા. કોંગ્રેસ પાર્ટીને વખોડતા તેમણે કહ્યું કે આ કેવી પાર્ટી કે ધારાસભ્યો રામમંદિર ના જઈ શકે. ના તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઈ શકે. આ તો કેવી પાર્ટી ? એમ કહી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

ગુજરાતની બેઠકો અંગે સંઘવીએ જણાવ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતીઓ એમ કહે છે  કે આ વખતે 26 સીટ લીડ સાથે જીતવાની છે.

(Input Creadit : Kinjal Mishra, Gandhinagar)

Published On - 6:37 pm, Sat, 9 March 24

Next Article