ટ્રાન્સજેન્ડરનો કમાલ: નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સ્પેશ્યિલ કેટેગરીમાં લીધો ભાગ, હવે બતાવશે તાકાત
સુરતમાં તાજેતરમાં જ યોજાઈ રહેલી નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં આવું જ કંઈ થયું છે. હકીકતમાં કોઈ પણ સ્પર્ધા હોય તેમાં મેલ અને ફિમેલ આ બે કેટેગરી હોય છે પણ આ સ્પર્ધામાં એક કદમ આગળ વધીને ટ્રાન્સજેન્ડર કેટેગરી પણ રાખવામાં આવી છે.
એક તરફ આપણે મહિલા (Women) અને પુરુષની (Man) સમાનતાની વાતો કરી રહ્યા છે. તેવામાં ટ્રાન્સજેન્ડરો (Transgender) પણ પોતાના હકની લડાઈ લડી રહ્યા છે. તેઓ હવે કોઈપણ શેહ શરમમાં આવ્યા વગર આગળ આવવા માંગે છે અને સમયની સાથે કદમથી કદમ મેળવીને આગળ વધવા માંગે છે. સમાજ પણ હવે જુની માનસિકતાને પાછળ મૂકીને તેમને અપનાવતો થયો છે.
સુરતમાં તાજેતરમાં જ યોજાઈ રહેલી નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં આવું જ કંઈ થયું છે. હકીકતમાં કોઈ પણ સ્પર્ધા હોય તેમાં મેલ અને ફિમેલ આ બે કેટેગરી હોય છે પણ આ સ્પર્ધામાં એક કદમ આગળ વધીને ટ્રાન્સજેન્ડર કેટેગરી પણ રાખવામાં આવી છે. જેમાં સુરતના વરિયાળી બજાર ખાતે રહેતી ટ્રાન્સજેન્ડર 35 વર્ષીય આંચલ જરીવાલાએ ભાગ લીધો છે.
આંચલ પોતે ટ્રાન્સજેન્ડર છે. જેનાથી તેને કોઈ ખચકાટ નથી. અધૂરામાં પૂરું તે હવે તેના સમાજમાંથી અન્ય લોકો પણ આગળ આવે તે દિશામાં પ્રયત્નો કરી રહી છે અને આ જ કારણ છે કે આંચલે આ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે. છેલ્લા એક વર્ષથી આંચલ પાવર લિફ્ટિંગ સ્પર્ધા માટે તૈયારી કરી રહી છે. તે 55 કિલો સુધી ડેડલિફ્ટ કરી શકે છે.
આંચલે જણાવ્યું હતું કે તે ઈચ્છે છે કે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીમાંથી હજી બીજા લોકો પણ આગળ આવે અને સ્પોર્ટ્સ જેવી પ્રવૃતિઓમાં ભાગ લે. આંચલે આ સ્પર્ધામાં ભાગ લેવા બાબતે કહ્યું હતું કે તેણી આ કોમ્પિટિશનમાં હાર કે જીત માટે ભાગ નથી લઈ રહી પણ અન્યોને પ્રેરણા મળે તે માટે તેણી તેમાં જોડાઈ રહી છે. તેણે નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધાના આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જેમને આ કેટેગરી તેમાં સમાવી છે.
આ પણ વાંચો : SURAT : કતારગામમાં ગુરુકુળ વિદ્યાલયમાં પોલીસ સાથે અનોખી રીતે હોળી કરી સંદેશો પાઠવ્યો