Transgender Weightlifter : પ્રથમ વખત ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રાસજેન્ડર, કોણ છે ઈતિહાસ રચનાર એથલીટ ?
ન્યૂઝીલેન્ડની વેઈટલિફ્ટર લોરેલ હબાર્ડ(Laurel Hubbard ) ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈને નવો ઈતિહાસ રચ્યો છે. હબાર્ડ આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ મહાસંધનો પણ આભાર માન્યો છે તેમણે કહ્યું કે, જે વેઈટલિફ્ટિંગ એક એવી રમત છે જે દુનિયાના તમામ લોકો પણ રમી શકે છે.
Transgender Weightlifter : ન્યૂઝીલેન્ડની વેઈટલિફ્ટર લોરેલ હબાર્ડ (Laurel Hubbard) ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈને નવો ઈતિહાસ રચ્યો છે. તેણે ઓલિમ્પિક રમતોના ઇતિહાસમાં ભાગ લેનારી પ્રથમ ટ્રાસજેન્ડર (Transgender) ખેલાડી બની ગઈ છે પરંતુ હબાર્ડ 15 વર્ષો સુધી રમતથી દુર રહી હતી. 4 વર્ષ પહેલા પરત ફરી છે.
લોરેલ હબાર્ડ(Laurel Hubbard) સોમવારે રાત્રે 87 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો હતો. લોરેલ હબાર્ડ43 વર્ષની ઉંમરનાં ઓલિમ્પિકમાં ભાગ લેના ર વેટલિફ્ટર (Weightlifter) રહી હતી. જે ત્રણ પ્રયાસોમાં સ્પર્ધાને પૂર્ણ કરી શકી ન હતી. જેના કારણે તે સ્પર્ધામાંથી બહાર થઈ હતી. પરંતુ ત્યારબાદ પણ તે એક જીતેલી ખેલાડીની જેમ નજર આવી હતી. આ સ્પર્ધાને ચીનની લી વેનવેને જીત્યો હતો.
હબાર્ડ સ્પર્ધાના મેદાનમાંથી નીકળતાં પહેલા પ્રેક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી. હબાર્ડે કહ્યું કે “અલબત્ત, હું વિવાદથી સંપૂર્ણપણે અજાણ નથી.
હબાર્ડ આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ મહાસંધનો પણ આભાર માન્યો છે તેમણે કહ્યું કે, જે વેઈટલિફ્ટિંગ એક એવી રમત છે જે દુનિયાના તમામ લોકો પણ રમી શકે છે. આ સાથે તેમણે જાપાન (Japan) ના લોકો કોવિડ-19 મહામારી દરમિયાન અસાધારણ પરિસ્થિતિમાં રમતની મેજબાની કરવા માટે ધન્યવાદ આપ્યો છે.
હબાર્ડ આઠ વર્ષ પહેલા 35 વર્ષની ઉંમરે ટ્રાસજેન્ડર બની. ત્યારબાદ તેણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (Olympic Committee) ના ટ્રાંસ એથલીટ્સના નિષ્પક્ષ પ્રતિસ્પર્ધા માટે બનાવેલા નિયમો અને તમામ આવશ્યકતાઓ પુરી કરી છે.
તમને જણાવી દઈએ કે, 43 વર્ષીય હબાર્ડ પર મહિલા વર્ગમાં સામેલ થઈને અયોગ્ય લાભ આપવાનો આરોપ હતો. તે પહેલા પુરુષ વિભાગમાં રમતી હતી, પરંતુ તેને લઈ કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલુ થઈ હતી. તેમણે ઓલિમ્પિક (Olympic) માં સામેલને લઈને સવાલ ઉભો કર્યો છે.
આ પણ વાંચો : Tokyo Olympics: ત્રણ એથલીટોએ એક સાથે તોડ્યો 29 વર્ષ જુનો ઓલિમ્પિક રિકૉર્ડ, દોડવાની સ્પીડથી સૌના હોશ ઉડાવ્યા