સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા મામલે આરોપી ફેનિલ હજુ પણ બચવા માટે પ્રયાસો કરી રહ્યો છે, લાજપોર જેલમાંથી તેની એક ગંભીર હરકત સામે આવી
બુધવારે સવારના સમયે ફેનિલે લાજપોર જેલ ઓથોરીટિને કહ્યું હતું કે, મારે મારી બહેનને ફોન કરવો છે. જેથી લાજપોર જેલ સત્તાધીશોએ ફેનિલને પરવાનગી આપી હતી અને આરોપીએ તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરી હતી.
સુરતમાં થયેલી ચકરચારીત ગ્રીષ્મા હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી જેમાં ફેનિલે હવે જેલ ઓથોરીટિ પાસે પણ જુઠ્ઠુ બોલીને પોતાના આરોપી તરીકેના હક્કોનો દૂર ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. બુધવારે સવારના સમયે ફેનિલે લાજપોર જેલ ઓથોરીટિને કહ્યું હતું કે, મારે મારી બહેનને ફોન કરવો છે. જેથી લાજપોર જેલ સત્તાધીશોએ ફેનિલને પરવાનગી આપી હતી અને આરોપીએ તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરી હતી.
સુરત જિલ્લામાં બનેલી ગ્રીષ્માની હત્યા કર્યા બાદ પણ ફેનિલે લાજપોર જેલમાંથી જ ડાયરેક્ટ સાક્ષીઓને ફોન કરીને તેઓને ફોડવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલની હિંમત તો જોવો લાજપોર જેલના લેન્ડ લાઇન ફોન પરથી તેણે પોતાની માનીતી બહેનને ફોન કરીને કહ્યું કે બપોરે બે વાગ્યે મને મળીને ત્યારબાદ મારી તરફે જુબાની આપજે. આખરે આ યુવતીએ સીધો જ પોલીસ અધિકારીને ફોન કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.જેથી સરકારી વકીલ દ્વારા આ બબાતે કોર્ટને ધ્યાન દોરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ફેનિલે પોતાની માનીતી બહેન ક્રિષ્ના નામની યુવતીને ફોન કરીને કહ્યું હતું કે, બપોર બે વાગ્યે કોર્ટમાં આવજે અને મારી તરફે જુબાની આપજે. જેથી થોડા સમય માટે તેની માનીતી બહેન ચોકી ઉઠી હતી. આ વાત આજે કોર્ટમાં બહાર આવતા કોર્ટમાં હાજર પોલીસનો સ્ટાફ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે ગંભીરતા થી લઈને મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં અરજી આપી હતી અને આરોપી ફેનિલે આરોપીના હક્કોનો દૂરઉપયોગ કર્યો હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.સાથે જેલના મેન્યુઅલ તેમજ ફોન કોલનો રેકોર્ડ પણ કોર્ટમાં મંગાવવા માટે દાદ માંગવામાં આવી હતી. વધુમાં આ કેસની વિગત મુજબ આજે કુલ્લે 6 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, હવે આગામી દિવસમાં તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવશે, ત્યારબાદ આ કેસની અંતિમ દલીલો કરવામાં આવશે તેવી માહિતી મળી છે..
આ થયા બાદ પણ યુવતીએ કોર્ટમાં જુબાની આપી કે, ફેનિલ સમયાંતરે ગ્રીષ્માને મારી નાંખવાની વાત કરતો હતો.પ્રાપ્ત વધુમાં ફેનિલ જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેને ક્રિષ્ના નામની એક યુવતીને પોતાની બહેન માની હતી. બીજી તરફ ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસંબંધને લઇને માથાકૂટ થઇ હતી.સાથે ગ્રીષ્મા ફેનિલને પસંદ કરતી ન હતી પરંતુ ફેનિલે ગ્રીષ્માની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. આખરે ગ્રીષ્મા નહીં માનતા ફેનિલે તેને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.અવાર નવાર ફેનિલ કોલેજમાં આવતો જતો પણ હતો અને જ્યારે પણ કોલેજમાં કે બહાર તેની બહેન ક્રિષ્નાને મળતો હતો ત્યારે કહેતો હતો કે, પેલીને મારી નાંખવાનો છું. મહત્વની વાત એ પણ છે કે જ્યારે હત્યાના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરીને હત્યા કરી દેવાનું કહ્યું હતું પરંતુ ફેનિલ મજાક કરતો હોવાથી તેની વાતને ધ્યાન ઉપર લેવામાં આવી ન હતી.કારણ કે તેને ઓછી ખબર કે આ આવું કરશે પણ હકીકત કંઈક અવાઈ જ સામે આવી.
આ પણ વાંચોઃ Kutch: મુન્દ્રા પોર્ટ પરથી 5.85 કરોડની કિંમતનું 11.7 ટન રક્તચંદન પકડાયું
આ પણ વાંચોઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા