SURAT : કતારગામમાં ગુરુકુળ વિદ્યાલયમાં પોલીસ સાથે અનોખી રીતે હોળી કરી સંદેશો પાઠવ્યો
સુરતના જાણીતા અને સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે અલગ રીતે હોળી ઉજવણી કરી. જેમાં પોલીસે ઝડપી પાડેલા નશીલા પદાર્થોનું દહન કરી હોળી કરવામાં આવી હતી.
આજે હોળીનો (HOLI) પર્વ છે. સુરત સહિત દેશભરમાં હોળી પર્વની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે સુરતના (SURAT) જાણીતા ગુરુકુળ વિદ્યાલયમાં અનોખી હોળી કરી જનજાગૃતિનો પ્રયાસ કરાયો છે. સ્થાનિક કતારગામ પોલીસના અધિકારી સાથે રહીને અહીં નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દુર રહેવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.
સુરતના જાણીતા અને સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે અલગ રીતે હોળી ઉજવણી કરી. જેમાં પોલીસે ઝડપી પાડેલા નશીલા પદાર્થોનું દહન કરી હોળી કરવામાં આવી હતી. તેમજ અહીં રહેતા અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સહીત દેશવાસીઓને નશાથી દુર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. અહીં કતારગામ પોલીસ મથકના પી.આઈ. બી.ડી. ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નશાના કારણે માનવીના જીવન પર કેવી ગંભીર અસર થાય છે તેનું પુતળા વડે દર્શાવી ઉદાહરણ પણ આપ્યું હતું. સાથે જ દેશવાસીઓને નશાથી દુર રહેવા અપીલ પણ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે સુરતમાં યુવાધન નશાખોરીના રવાડે ના ચડે તે માટે સુરત પોલીસ દ્વારા વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે કતારગામ સ્વામિનારાયણ ગુરુકુળમાં અનોખી હોળી એટલે કે, ગુટખા સિગારેટ તંબાકુને સળગાવી હોળી કરવાનું આનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ બાળકો અને તેના માતા પિતાને વ્યસન મુક્તિના સંદેશા સાથે કેન્સર મુક્ત સમાજના નિર્માણ સાથે હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં હોળી તહેવારને લઇને વિશેષ બસોની વ્યવસ્થા
સુરતમાં હોળી ન તહેવાર નિમિત્તે દાહોદ-ઝાલોદ જવા લોકો માટે સુરત ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. અને બે દિવસમાં 208 ટ્રીપ ઉપાડાઇ મારવામાં આવી છે અને હજુ પણ સતત બસોની ટ્રીપો ચાલુ છે. ત્યારે બે દિવસમાં 56 લાખ જેટલી આવક પણ થઈ છે. સુરત એસટી વિભાગે હોળી ધુળેટી પહેલાં દર વર્ષની જેમ એસટી બસ સ્ટેન્ડ સામેના મેદાનમાંથી દાહોદ -ઝાલોદ સહિત ઉત્તર ગુજરાત માટે બસોનું એક્સ્ટ્રા સંચાલન શરૂ કર્યું છે.
આ પણ વાંચો : હોળી-ધુળેટીના તહેવારને લઈને સુરતથી દાહોદ-પંચમહાલ જવા માટે ભારે ધસારો, એસ.ટી.એ બે દિવસમાં 208 ટ્રીપ ઉપાડી