મિત્રની હત્યા કરી ફરાર થઇ જનાર આરોપી 28 વર્ષે ઝડપાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે કેરળથી આરોપીને ઝડપ્યો

સુરતમાં હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી 28 વર્ષ બાદ પકડાયો છે. ક્રાઈમ બ્રાન્ચે નાસતા ફરતા આરોપી કૃષ્ણ રઘુનાથની કેરળમાંથી ધરપકડ કરી છે. વર્ષ 1995ના માર્ચ મહિનામાં પાંડેસરા વિસ્તારમાં સાગરીતો સાથે મળી આરોપીએ મિત્રની હત્યા કરી હતી. આરોપીએ ગદારી કરતો હોવાનો વહેમ રાખી મિત્રની હત્યા કરી નાખી હતી. મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હતો. હત્યા બાદ આરોપી […]

મિત્રની હત્યા કરી ફરાર થઇ જનાર આરોપી 28 વર્ષે ઝડપાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે કેરળથી આરોપીને ઝડપ્યો
હત્યા કર્યાના 28 વર્ષ બાદ ઝડપાયો આરોપી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 27, 2023 | 4:43 PM

સુરતમાં હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી 28 વર્ષ બાદ પકડાયો છે. ક્રાઈમ બ્રાન્ચે નાસતા ફરતા આરોપી કૃષ્ણ રઘુનાથની કેરળમાંથી ધરપકડ કરી છે. વર્ષ 1995ના માર્ચ મહિનામાં પાંડેસરા વિસ્તારમાં સાગરીતો સાથે મળી આરોપીએ મિત્રની હત્યા કરી હતી. આરોપીએ ગદારી કરતો હોવાનો વહેમ રાખી મિત્રની હત્યા કરી નાખી હતી. મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હતો. હત્યા બાદ આરોપી પરિવાર સાથે કેરળમાં રહેવા જતો રહ્યો હતો. આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જીલ્લાનો રહેવાસી છે.

જવાનીની સજા વૃદ્ધાવસ્થાના પડાવમાં

કહેવાય છે ને કે કરેલા કર્મ અહીં જ ભોગવવા પડે છે. જીવનમાં કરેલી ભૂલો અને ગુનાનું પરિણામ પણ આ જ જન્મમાં ભોગવવું પડે છે. આ વાક્ય એક વર્ષોથી ફરાર આરોપી સાથે સાબીત થયુ છે. જવાનીમાં કરેલા ગુનાની સજા જીવનના અંતિમ પડાવમાં પણ ભોગવવાનો વારો આવી શકે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 28 વર્ષ પહેલા મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયેલ બે યુવકો માંથી એકને આધેડ વયની ઉંમરે ઝડપી ઝડપી પાડવામાં આવ્યા છે. 23 વર્ષની ઉંમરે મિત્ર પર અવિશ્વાસ રાખી હત્યા કરી ઓરિસ્સા અને ત્યારબાદ કેરળ નાસી છૂટેલાને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 52 વર્ષની ઉંમરે ઝડપી પાડ્યા છે.

28 વર્ષે હત્યાનો આરોપી ઝડપાયો

સુરતના પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 1995માં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 28 વર્ષથી પોલીસ પકડથી બચી રહેતા વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને કેરળથી ઝડપી પાડ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે આરોપી હાલ કેરળ રાજ્યમાં મિસ્ત્રી કામ કરે છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી કેરળ રાજ્યના અદૂરગામ ખાતેથી આરોપી કૃષ્ણ રઘુનાથ પ્રધાનને ઝડપી પાડ્યો હતો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અવિશ્વાસ રાખતો હોવાના વહેમ રાખી મિત્રની હત્યા કરાઈ હતી

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે આરોપી કૃષ્ણપ્રધાનને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 1995માં આરોપી અને તેના સાગરીતો સુરત શહેરના પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગરમાં રહેતા હતા અને કારખાનામાં મજુરી કામ કરતા હતા. તેઓ સાથે કામ કરતા હતા અને રૂમમાં ભાડે પણ સાથે જ રહેતા હતા. આ દરમિયાને આરોપી કૃષ્ણપ્રધાનની સાથે રહેતો તેનો મિત્ર તેની સાથે અસત્ય બોલતો હોવાનો અનુભવ થયો હતો. આ વાતનો વહેમ રાખીને 4 માર્ચ 1995માં આરોપીએ તેના મિત્ર બિરેન શેટ્ટીની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ મૃતદેહને ગૌતમ નગર સ્થિત નહેરમાં નાખી ફરાર થઇ ગયો હતો.

પોલીસથી બચવા વતનનું સ્થળ પણ બદલી નાખ્યું

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ લલિત વાગડિયા જણાવ્યું હતું કે, વર્ષ 1995માં થયેલી હત્યામાં બે આરોપી નાસતા ફરતા હતા. આરોપીએ હત્યાના ગુનાને અંજામ આપી તાત્કાલિક સુરત છોડી જતા રહ્યા હતા. હત્યા કરી ત્યારે તેની ઉમર 23 વર્ષ હતી અને પકડાયો ત્યારે તેની ઉમર 52 વર્ષ છે. આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે. આરોપી તેના વતન જય વતનમાં રહેલી તેની સાયકલને વેચીને ઘર ખાલી કરી મૂળ ગામથી પરિવાર સહીત કોઈ અન્ય શહેરમાં સ્થળાંતરીત થઇ ગયો હતો. આરોપીએ નવા આધાર પુરાવા બનાવી લઈ કાયમી વસવાટ કરવા માંડ્યો હતો. જેથી પોલીસની ટીમને જે તે સમયે તે તેના મૂળ વતનથી મળી આવ્યો ન હતો અને કેસ વણ ઉકેલાયો જ રહ્યો હતો.

પોલીસની દોડ વર્ષની મહેનત બાદ મળી સફળતા

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ લલિત વાગડિયાએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંડેસરાના આ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી સતત મહેનત કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા અનેક વખત તેના ગામ ઓરિસ્સા ખાતે ગઈ હતી. પરંતુ પોલીસને ત્યાં કોઈ સફળતા મળતી ન હતી. ત્યાંથી પોલીસને જાણકારી મળી કે તે બ્રહ્મપુર ખાતે વર્ષો પહેલા રહેવા ચાલ્યો ગયો છે. પોલીસે ત્યાં તપાસ કરતા આરોપી કૃષ્ણ ત્યાં પણ મળી ન આવ્યો, પણ આ જગ્યાએથી પોલીસને તેણે કરેલા લગ્નનો આધાર પુરાવા મળી આવ્યા હતા. જેથી ખબર પડી હતી કે તે વર્ષ 2007માં બ્રહ્મપુર છોડીને કેરળ પોતાની ઓળખ છુપાવીને સ્થાયી થયો છે.

ઓળખ છુપાવી મિસ્ત્રી કામ કરતો હતો

પોલીસને મળેલી નાની માહિતીમાંથી તે કેરળ પહોંચી હતી અને કેરળમાં રહેતા પ્રધાન અટકના તમામ લોકોને તપાસ સર્વેન્સ પર મૂક્યા હતા. આ દરમિયાન પોલીસને એક માહિતી મળી કે આરોપી કેરળમાં ઓળખ છુપાવીને મિસ્ત્રી કામ કરે છે. જે આધારે તેને પકડવા સતત મહેનત કરી આખરે ઝડપી પાડ્યો હતો. પોલીસે અત્યારના બે આરોપી માંથી એકને તો ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય એક હજુ પણ ફરાર છે જેને પકડવા પોલીસ સતત મહેનત કરી રહી છે.

પુત્રની ઉંમરે પિતા જેલમાં

આ અંગે મળતી માહિતી મુજબ પોલીસે પકડેલા આરોપી કૃષ્ણ પ્રધાન 23 વર્ષની ઉંમરે ગુનો કર્યો હતો અને 52 વર્ષની ઉંમરે ઝડપાયો છે. કૃષ્ણપ્રધાનને લગ્ન કર્યા બાદ તેનું એક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં તેનો એક પુત્ર પણ છે. આજે તેના પુત્રની ઉંમર 23 વર્ષ જેટલી છે. એટલે તેના પુત્રની ઉંમરે તેણે ગુનો કર્યો અને આજે પુત્રની સામે બાપ જેલમાં પહોંચી ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">