Surat: ચાલુ સીટી બસમાંથી પટકાતા યુવકનું મોત, સીસીટીવી Video સામે આવ્યો
અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં ચકચારમાંથી જવા પામી હતી બનાવને પગલે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
Surat:સુરતના કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોડ પર દોડતી સીટી બસમાંથી(City Bus) પટકાતા એક યુવકનું મોત(Youth Death) નીપજ્યું છે બસના ટાયર યુવકના માથા પરથી ફરી વળ્યા હતા જેના કારણે યુવકને ગંભીર ઇજાઓ થતા યુવકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
ચાલુ સીટી બસમાંથી એક યુવક નીચે પટકાયો હતો
સુરત શહેરમાં સીટી બસ ચાલકો બેફામ બસ હંકારતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે આ ઉપરાંત સીટી બસ ની અડફેટે અકસ્માતની ઘટનાઓ પણ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક ઘટના સુરતના કતારગામ દરવાજા ખાતે પ્રકાશમાં આવી હતી. સુરતના કતારગામ દરવાજા ખાતે ચાલુ સીટી બસમાંથી એક યુવક નીચે પટકાયો હતો અને બસનું ટાયર યુવકના માથા પરથી ફરી વળ્યું હતું જેના કારણે યુવકને ગંભીર ઈજા થતાં યુવકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું
સુરત: સુરતમાં બ્લુ સિટીમાંથી યુવાન પટકાતા મોત, યુવાન નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત | TV9GujaratiNews#Surat #Accident #ctbus #Youth #Tv9News pic.twitter.com/xVyHxVpji2
— Tv9 Gujarati (@tv9gujarati) July 26, 2023
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં ચકચારમાંથી જવા પામી હતી બનાવને પગલે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
મોતને લઈને પરિવારે હૈયાફાટ રુદન કર્યું
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રોડ પરથી પસાર થતી બ્લુ કલરની સીટી બસમાંથી યુવક નીચે પટકાઈ છે અને તેના શરીર પરથી બસ પસાર થઈ જાય છે આ ઘટના બાદ ત્યાં લોકો પણ દોડી આવ્યા હતા. જેમાં યુવકનું મોત થતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવકના મોતને લઈને પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું. બીજી તરફ યુવકની લાશને પીએમ અર્થે ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.