Surat : રેલવે સ્ટેશન ઉપર મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, RPFના જવાને કર્યુ દિલધડક રેસ્કયુ, જુઓ Video

સુરત રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનમાં ચઢવા જતી એક મહિલાનું સંતુલન ખોરવાતાં તેનો પગ લપસી ગયો હતો. મહિલા દરવાજાનો એંગલ પકડી ન શકતા સીધી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ ગઈ હતી.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 13, 2023 | 11:51 AM

સુરતમાં રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મહિલા ફસાઈ હતી. ત્યારે RPFના જવાને બચાવી લીધી હતી.

આ પણ વાંચો : SURAT : પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની વ્યાપક ફરિયાદો, પાલિકાના ડ્રેનેજ સમિતિના સભ્યોએ તપાસ હાથ ધરી

બે મિનિટ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત

સુરત રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનમાં ચઢવા જતી એક મહિલાનું સંતુલન ખોરવાતાં તેનો પગ લપસી ગયો હતો. મહિલા દરવાજાનો એંગલ પકડી ન શકતા સીધી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ ગઈ હતી. આ દરમિયાન આરપીએફના એક જવાને મહિલાને તાત્કાલિક બહાર ખેંચી લઈને તેણીનો જીવ બચાવી લીધો હતો. જો બે મિનિટ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત એવું રેલવે વિભાગનું કહેવું હતું.

'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે
ક્યા ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ, જાણો ખાવાની સાચી રીત

એક સમયે સ્ટેશન પર ભારે બૂમાબૂમ થઈ ગઈ હતી

પ્લેટફોર્મ નંબર બે પર ઊભેલી મેમુ ટ્રેન શરૂ થઇ ત્યારે બે મહિલા મુસાફરો ટ્રેન પકડવા માટે રીતસરની દોડી રહી હતી, જેમાંથી એક મહિલા પેસેન્જરે ટ્રેનના દરવાજાનો એંગલ પકડવાની કોશિશ કરતાં તે પકડી શકી ન હતી અને બેલેન્સ ખોરવાઈ જતાં તે ટ્રેન-પ્લેટફોર્મની વચ્ચેના ગેપમાં પડી ગઈ હતી. પરંતુ ત્યાં હાજર આરપીએફ જવાન અરવિંદ કુમારે આ દૃશ્ય જોતાં તે દોડી ગયો હતો અને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. આ દરમિયાન એક સમયે સ્ટેશન પર ભારે બૂમાબૂમ થઈ ગઈ હતી.

અમદાવાદમાં ખાખીએ બચાવ્યો જીવ

અમદાવાદ રિવરફ્ન્ટ પરથી એક યુવતી અને એક પરિણીતાને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવતા બચાવી લેવામાં આવી છે. એક યુવતી સોશિયલ મીડિયા થકી યુવકના પ્રેમમાં પડી હતી. આ યુવતી પ્રેમીએ અનફ્રેન્ડ કરતા જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને પરીવારજનોને જણાવ્યા વગર જ સાબરમતી નદીમાં આત્મહત્યા કરવા ગઈ હતી. સાબરમતી નદીમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનારી યુવતીને પોલીસે બચાવી લીધી છે. આ સમયે યુવતી ધ્રૂસકે ને ધ્રૂસકે રડીને તેને આત્મહત્યા કરવા જવા દેવા માટે આજીજી કરવા લાગી હતી. જો કે પોલીસે કાઉન્સેલિંગ કરીને યુવતીને સ્વજનોને સોંપી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">