AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની વ્યાપક ફરિયાદો, પાલિકાના ડ્રેનેજ સમિતિના સભ્યોએ તપાસ હાથ ધરી

સુરત શહેરમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેને લઈને પાલિકાના ડ્રેનેજ સમિતિના સભ્યોએ તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ તાપી નદીના કેચમેન્ટ એરીયામાંથી રો-વોટર તરીકે લેવાતા પાણીની ગુણવત્તા ચકાસવા હોડીમાં બેસીને તપાસ શરૂ કરી હતી.

SURAT : પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની વ્યાપક ફરિયાદો, પાલિકાના ડ્રેનેજ સમિતિના સભ્યોએ તપાસ હાથ ધરી
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 19, 2023 | 8:33 PM
Share

સુરતના અનેક વિસ્તારોમાં પાણીમાં લાલ જીવાત તેમજ દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો સામે આવી હતી. જેને લઈને તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓની સાથે સભ્યોએ અમરોલી લંકા વિજયથી હોડીમાં બેસીને ફુલપાડા, કાપોદ્રા બ્રિજ, ચીકુવાડી બ્રિજ, નાના વરાછા ઢાળ રામજી ઓવારો, મોટા વરાછા બ્રિજ, સવજી કોરાટ બ્રિજ અને ઉત્રાણ વિસ્તારમાં તાપી નદીના પાણીના કુલ 6 સેમ્પલ મેળવ્યા હતાં. સુરત પાલિકાની ખટોદરા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ હાથ ધર્યુ હતું. જોકે પાલિકાની લેબમાં જ થયેલાં પરિક્ષણમાં તમામ સેમ્પલ અનફિટ જાહેર થયાં હતાં !

પાલિકાના લેબના રિપોર્ટ પ્રમાણે પાણીમાં કલરની માત્રા, એમોનિકલ નાઇટ્રોજન, ટર્બિડિટીની માત્રા ખુબ વધુ મળી હતી. લેબ રિપોર્ટમાં પાણીના 6એ 6 સેમ્પલ ફેલ રો-વોટરમાં કલરની માત્રા બમણી, એમોનિકલ નાઇટ્રોજનની માત્રા 0.5ની સામે 2.5 (Mg/lit.) તો ટર્બિડિટીની માત્રા 5ની સામે 45.6 સુધી મળી આવી હતી. લેબ રિપોર્ટમાં પાણીના 6એ 6 સેમ્પલ ફેલ થયા હતા. આ રિપોર્ટ 18મી એપ્રિલના રોજ જાહેર કરાયા હતાં. તમામ સેમ્પલ અનફિટ પીવાલાયક ન હોવાની બાબત સામે આવી હતી.

આ પણ વાંચો: લો બોલો! હવે સ્મશાનમાં પણ લાકડા કૌભાંડ, લાકડા પુરા પાડતી સંસ્થાઓને અત્યાર સુધીમાં 15 નોટિસ, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

સુરતના રાંદેર ઝોનની હદમાં આવતી કેટલીક સોસાયટીમાં દુર્ગંધ મારતું અને પીળા કલરનું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. રહીશોના જણાવ્યા મુજબ પાણીની અંદર લીલ પણ દેખાઈ રહી છે. બીજી તરફ આ અંગે ફરિયાદ કરવા છતાં નિરાકરણ આવતું નથી અને રહીશોએ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.

સુરતમાં ઉનાળાની આકરી ગરમીની શરુઆત સાથે જ પીવાના પાણીને લઈને ફરિયાદો ઉઠી રહી છે. કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં પીવાના પાણીને લઈને ફરિયાદો સામે આવી હતી. ત્યાં હવે રાંદેર ઝોનની અંદર પણ પીવાના પાણીને લઈને ફરિયાદો સામે આવી છે. રાંદેરઝોનમાં આવેલી પંચવટી સોસાયટીમાં પાણી પીળાશ પડતું અને દુર્ગંધ યુવ્ક્ત આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિકે રહેવાસી દીપકભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી દુર્ગંધ મારતું અને પીળા કલરનું પાણી આવી રહ્યું છે.

વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. પાણીની અંદર લીલ પણ દેખાઈ રહી છે. સવારમાં જયારે પાણી આવે છે તે પીવા લાયક તો છોડો વાપરવા લાયક પણ આવતું નથી, સ્થાનિક કોર્પોરેટર પણ આ વિસ્તારમાં રહે છે તેના ઘરે પણ આ જ સમસ્યા છે તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. અમારી એક જ માંગ છે કે રોગચાળો ફાટી ના નીકળે તે પહેલા જ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">