Surat : ઉધનામાં સાડી તથા કુર્તા બનાવતી મશીનરીમાં આગ, 4 કારીગરોનું રેસ્ક્યુ કરાયું
સુરતના (Surat) ઉધના સ્થિત ઉઘોગ નગર પાસે બીએલ ગારમેન્ટ નામની ફેક્ટરીમાં આગ લાગ્યાનો કોલ રાતે 2.51 મિનિટે ફાયર વિભાગને મળ્યો હતો. જેથી માન દરવાજા, મજુરા અને ભેસ્તાનની ફાયર વિભાગની કુલ 7 જેટલી ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે દોડી ગયી હતી.
ઉનાળાની આકરી ગરમીની સાથે હવે આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. સુરતના ઉઘના વિસ્તારમાં બીએલ ગારમેન્ટ નામની ફેક્ટરીમાં સાડી તથા કુર્તા બનાવતી મશીનરીમાં આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે અહીથી 4કારીગરોનું રેસ્ક્યુ કર્યું હતું.
ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉધના સ્થિત ઉઘોગ નગર પાસે બીએલ ગારમેન્ટ નામની ફેક્ટરીમાં આગ લાગ્યાનો કોલ રાતે 2.51 મિનિટે ફાયર વિભાગને મળ્યો હતો. જેથી માન દરવાજા, મજુરા અને ભેસ્તાનની ફાયર વિભાગની કુલ 7 જેટલી ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે દોડી ગયી હતી.
ભીષણ આગના કારણે ભારે નુકસાન
અહી સાડી તથા કુર્તા બનાવતી મશીનરીમાં આગ ભભૂકી ઉઠી હતી. બીજી તરફ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં મશીનરી, કુર્તા તેમજ સાડીનો જથ્થો વગેરે બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
ચાર લોકોનું કરવામાં આવ્યુ રેસ્ક્યૂ
ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે આગના કોલની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોચ્યા હતા. અહી બીજા માળે ચાર કારીગરો જીશાન અન્સારી [ઉ. 25], શકીલ મોહમ્મદ અન્સારી [ઉ.21], રેહાન અન્સારી [ઉ.22] અને અરબાઝ અન્સારી [ઉ.25] ફસાયા હતા. આ તમામ ચારેય કારીગરોનું રેક્સ્યું કરી લીધું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચને તમિલનાડુની ત્રિચી ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાન્ચે કારના કાચ તોડી લૂંટ કરતી ત્રિચી ગેંગના 10 સભ્યોની ધરપકડ કરી છે. કારનો કાચ તોડી અને નીચે રૂપિયા પડી ગયા હોય તેવું કહી ગેંગના સભ્યો ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આરોપીઓ પાસેથી વિદેશી કરન્સી અને ગિલોલ સહિત ઘાતક હથિયારો જપ્ત કરાયા છે. કુલ 30 સભ્યોની આ ગેંગ અલગ અલગ શહેરોમાં જઇ કારના કાચ તોડી લૂંટની ઘટનાને અંજામ આપતી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…