AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતના વરાછા વિસ્તારમાં વહુએ કરી સાસુની હત્યા, ભાગવા જતાં પોલીસે ધરપકડ કરી

સુરતમાં (Surat) મૃતક માતાના  પુત્રનું કહેવું છે મારા મમ્મી ની હત્યા કર્યા બાદ મારા પત્ની અને તેના ભાઈ ભાગી ગયા હતા બાદ માં મને જાણ થતાં તુરંત હું રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો બાદ બન્નેને પકડી રાખીને પોલીસને હવાલે કર્યા હતા.ત્યારે માતાના અવસાન લઇન પુત્રએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને વધુમાં કહ્યું હતું મે લવ મેરેજ કર્યા હતા તેનું પરિણામ મારા મમ્મી ને મળ્યું છે.

Surat : સુરતના વરાછા વિસ્તારમાં વહુએ કરી સાસુની હત્યા, ભાગવા જતાં પોલીસે ધરપકડ કરી
surat railway station (File Image)
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 10, 2022 | 4:27 PM
Share

સુરતમાં(Surat)સાસુ અને વહુના સબંધને કલંક લગાડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં પુત્રવધુ અને તેના ભાઈ એ મળી સાસુનું ગળું દબાવી હત્યા(Murder)કરી નાખી હતી. હત્યા કરી ભાઈ બહેન ભાગી રહયા હતા તેવામાં સુરત રેલવે સ્ટેશનથી પોલીસે અટકાયત કરી હતી.સુરત ના વરાછા વિસ્તારમાં આવેલ પરિમલ સોસાયટી મા હત્યા ની ઘટના સામે આવી હતી.પરિમલ સોસાયટી માં ઘર નંબર 59 માં રહેતા અને હીરા નું કામ કરતા સંદીપ સરવૈયા ના આજ થી ચાર વર્ષ પહેલા સોશીયલ મીડિયાના માધ્યમથી પરિચિય થયા હતા અને અસામ ખાતે રહેતી દીપિકા માન્ડલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો .ત્યાર બાદ બને ના ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા.તેમને સંતાન મા એક બાળક છે..સંદીપ ભાઈ પોતાના પરિવાર સાથે વરાછા વિસ્તારની પરિમલ સોસાયટી માં રહે છે..લગ્ન જીવન ખુશહાલ ચાલી રહ્યું હતું તેવામાં સંદીપ ભાઈ નો સાળો દિપોકર અસામ થી સુરત ખાતે આવ્યો હતો. એક તેમના બનેવી અને બહેન ની સાથે રહેતો હતો.તેવામાં દિપોકર અને દીપિકા ને અસામ ખાતે જવાની જીદ પકડી હતી અને આ મામલે ઘર મા રકઝક ચાલતી હતી.

તેવામાં રાત્રીના સમયે બને ભાઈ બહેન આસામ જવા માટે નીકળ્યા હતા તેવામાં તેમના સાસુ વિમળા બેન સરવૈયા જાગી જતા તેમને બુમાબુમ કરી હતી.જોકે ભાઈ બહેને સાથે મળી વિમળા બેન નું મો દબાવી રાખ્યું જેથી અવાજ ના કરી શકે અને ત્યાર બાદ પુત્રવધૂ અને તેના ભાઈ સાથે મળી સાસુ વિમળા બહેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી . જેમાં હત્યા કર્યા બાદ બને ભાઈ બહેન ઘરે થી ભાગી નીકળ્યા હતા.હત્યાની જાણ ઘરના મોભી જીણા ભાઈ ને થતા તેમણે તેના પુત્ર સંદીપ ને ફોન કરી જાણ કરી હતી સંદીપે તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો.જ્યા આ બને ભાઈ બહેન મળી આવ્યા હતા .અને ત્યાં થી તેમને પકડી પાડી વરાછા પોલીસે બને ભાઈ બહેન વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી અટકાયત કરી હતી.

જ્યારે  મૃતક માતાના  પુત્રનું કહેવું છે મારા મમ્મી ની હત્યા કર્યા બાદ મારા પત્ની અને તેના ભાઈ ભાગી ગયા હતા બાદ માં મને જાણ થતાં તુરંત હું રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો બાદ બન્નેને પકડી રાખીને પોલીસને હવાલે કર્યા હતા.ત્યારે માતાના અવસાન લઇન પુત્રએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને વધુમાં કહ્યું હતું મે લવ મેરેજ કર્યા હતા તેનું પરિણામ મારા મમ્મી ને મળ્યું છે.

આ પણ વાંચો :  લોકરક્ષક દળની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી: હસમુખ પટેલ

આ પણ વાંચો :  ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ, કેજરીવાલે કહ્યુ “AAP સરકાર ગુજરાતમાં પણ સારું શિક્ષણ આપશે”

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">