લોકરક્ષક દળની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી: હસમુખ પટેલ
લોકરક્ષક દળની ભરતી (Recruitment) પરીક્ષા કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી. રાજ્યના 954 સેન્ટર પર LRD બોર્ડે પરીક્ષાનું આયોજન કર્યુ હતુ. જે ચુસ્ત વ્યવસ્થા વચ્ચે પૂર્ણ થઈ છે.
ગુજરાતમાં (Gujarat) આજે બપોરે 12:00થી 2:00 દરમિયાન લોકરક્ષક દળની (Lok Rakshak Dal) પરીક્ષા યોજવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં લોકરક્ષક દળની ભરતી (Recruitment) પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી. રાજ્યના 954 સેન્ટર પર LRD બોર્ડે પરીક્ષાનું આયોજન કર્યુ હતુ. જે ચુસ્ત વ્યવસ્થા વચ્ચે પૂર્ણ થઈ છે. આ મામલે LRD બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે માહિતી આપી હતી કે લોકરક્ષક દળની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નહોતી.
લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થયેલ નથી.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 10, 2022
જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં કુલ 954 કેન્દ્ર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. કુલ 2.95 લાખ ઉમેદવારો એલઆરડીની પરીક્ષા આપી. વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને પગલે ગુજરાત પોલીસ પણ આ પરીક્ષાને લઈને ખૂબ કાળજી લીધી હતી. તમામ પરીક્ષા સેન્ટર ઉપર જડબેસલાક વ્યવસ્થા રખાઈ હતી. દરેક સેન્ટર ઉપર 1 પીઆઈ અને 20થી 22 કોન્સ્ટેબલનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારી હસમુખ પટેલની આગેવાનીમાં પરીક્ષા યોજાઈ તો ઉમેદવારોએ પેપર સરળ હોવાની પ્રતિક્રિયા આપી હતી.
Gujaratમાં LRD પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. જે આયોજનના ભાગ રૂપે પરીક્ષાર્થીઓને જવા અને આવવા માટે બસ મળી રહે તે માટે વધારાની બસ દોડાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતુ તો દરેક ડિવિઝનને સૂચના પણ આપી દેવામાં આવી હતી કે બસ સ્ટેશન પરથી પેસેન્જરને લેતી વખતે પરીક્ષાર્થીને પ્રાયોરિટી આપવામાં આવે. તેમજ માર્ગમાં પરીક્ષા કેન્દ્ર આવતા હોય તો પરીક્ષાર્થી કહે તો બસ રોકી ઉતારી દેવા પણ સૂચના આપવામાં આવી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો