Surat: વર્ગખંડમાં વિધાર્થીની જોડે બીભત્સ છેડતી કરતા લંપટ શિક્ષકની કરતુતના CCTV ફૂટેજ સામે આવ્યો, જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ
સુરતના સચિન વિસ્તારમાં આવેલ શાળાના ભૂતપૂર્વ લંપટ શિક્ષકની કરતુતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. શાળાના વર્ગખંડમાં વિધાર્થીની જોડે બીભત્સ છેડતી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
Surat: સુરતના સચિન વિસ્તારમાં આવેલ શાળાના ભૂતપૂર્વ લંપટ શિક્ષકની કરતુતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. શાળાના વર્ગખંડમાં વિધાર્થીની જોડે બીભત્સ છેડતી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. લંપટ શિક્ષક સામે કાર્યવાહીની માંગ સાથે શાળાના મહિલા એકાઉન્ટન્ટ દ્વારા આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
સુરતના સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ શાળાના ભૂતપૂર્વ શિક્ષકની એક સીસીટીવી ફુટેજ સામે આવી છે. ત્રણ વર્ષ અગાઉ જુના આ સીસીટીવી ફુટેજમાં લંપટ શિક્ષકની બીભત્સ હરકતો કરતો દેખાઈ છે. જેમાં શાળાની જ વિધાર્થીની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી રહી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે શાળાના જ મહિલા એકાઉન્ટન્ટ નિમિષા દેસાઈએ આચાર્યનું લેપટોપ ચેક કર્યું હતું.
Three yrs-old CCTV video footage shows teacher misbehaving with student in #Surat school #Gujarat #TV9News pic.twitter.com/RqBGRlvPIi
— Tv9 Gujarati (@tv9gujarati) April 10, 2022
અગાઉના આચાર્યનું લેપટોપ નિમિષા બેન દ્વારા ચેક કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વર્ગખંડમાં વિજ્ઞાન અને ગણિત વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષક નિલેશ ભાલાણી દ્વારા વિધાર્થીનીની શારીરિક છેડતી કરવામાં આવી હતી. લેપટોપમાં લંપટ શિક્ષકની કરતૂત જોઈ વિધાર્થીનીના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. જ્યાં તાત્કાલિક આ ઘટનામાં લંપટ શિક્ષક સામે કાર્યવાહીની માંગ શાળાના એકાઉન્ટન્ટ અને પરિવારે કરી છે. આ ઘટના મુદ્દે મહિલા એકાઉન્ટન્ટ દ્વારા વિડીયો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ઘટના અંગે શિક્ષક નિલેશ ભાલાની દ્વારા તમામ આરોપોને ફગાવવામાં આવ્યા છે. આ અંગે શાળાના ટ્રસ્ટી જયસુખ કથીરિયાએ જણાવ્યું છે કે સનલાઈટ શાળામાં તેઓ મેનેજીંગ ટ્રસ્ટી છે. શાળામાં અગાઉના આચાર્યનું કોરોનામાં અવસાન થતાં મહિલા એકાઉન્ટન્ટ નિમિષા દેસાઈને આચાર્ય તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જ્યાં અગાઉના આચાર્યનું લેપટોપ તેમના દ્વારા ચેક કરતા આ હકીકત બહાર આવી છે. જે મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીનેને ફરિયાદ કરવામાં આવી છે.
જો કે આ બાબત ડીપીઈઓને લાગતી હોય તે વિભાગમાં ફરિયાદ કરવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે વિધાર્થીનીના વાલીઓ તૈયાર થશે તો શિક્ષક સામે પણ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. હાલ શિક્ષક અન્ય શાળામાં ફરજ બજાવે છે અને અન્ય વિધાર્થીની જોડે આ પ્રકારની ઘટના બની શકે છે. જેથી શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Recruitment 2022: બેંક ઓફ બરોડામાં 100 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-