Surat : મહિલાએ ગર્ભમાં ઉછરી રહેલા ટ્વિન્સ બાળકો સાથે જ દમ તોડ્યો, પરિવારે ડોક્ટરોની બેદરકારીનો લગાડ્યો આક્ષેપ

TV9 GUJARATI

|

Updated on: Sep 03, 2022 | 11:10 AM

મહિલાને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા  હતા. જ્યાં તેણીને ગભરામણ થઇ રહી હતી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હોવા છતાં મહિલાને કોઇ સારવાર ન મળતા તેઓનું મોત થયું હતું.

Surat : મહિલાએ ગર્ભમાં ઉછરી રહેલા ટ્વિન્સ બાળકો સાથે જ દમ તોડ્યો, પરિવારે ડોક્ટરોની બેદરકારીનો લગાડ્યો આક્ષેપ
Woman dies with twins growing in womb(File Image )

સુરતના (Surat )ગોડાદરાના ઇશ્વર ગામમાં રહેતી સગર્ભા (Pregnant )મહિલાનું ગભરામણ થયા બાદ મોત નીપજ્યું હતું. મહિલાના ગર્ભમાં રહેલા ટ્વીન્સ (Twins )બાળકોના પણ મોત થતા બનાવમાં મૃતકના પરિવારજનોએ ખાનગી તબીબની બેદરકારીનો આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી મુજબ ગોડાદરાના ઇશ્વરગામમાં રહેતા દિનેશ કુશવાના છ વર્ષ પહેલા રશ્મી નામની યુવતી સાથે લગ્ન થયા હતા. રશ્મિ 8 મહિનાથી ગર્ભવતી હોય તેને સારવાર ઉધના વિસ્તારમાં આવેલી એક ખાનગી આઇવીએફ સેન્ટરમાં ચાલી રહી હતી. રશ્મિની ડીલીવરીનો સમય નજીક આવતા તેઓ ડોક્ટર પાસે ચેકઅપ માટે ગયા હતા. જ્યાં ડોક્ટરે ડીલીવરી 6 થી 7 તારીખે થશે તેવું જણાવ્યું હતું. આ દરમિયાન ગુરુવારે રાત્રીનાં સમયે રશ્મીબેનને ગભરામણ થતા પરિવારજનો તેમને ડોક્ટર પાસે લઇ ગયા હતા.

પરિવારજનો હોસ્પિટલ પહોચ્યા તે સમયે ડોક્ટર ન હોવાથી હાજ૨ નર્સે રશ્મીની તપાસ કરી હતી. અને નર્સે રશ્મિ ને બીજી હોસ્પિટલમાં લઇ જવા જણાવ્યું હતું. જેથી પરિવારજનો રશ્મિને નજીકની બીજી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. તેમજ રશ્મિના ગર્ભમાં રહેલા ટ્વીન્સ બાળકોનાં પણ મોત થયા હતા.

પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મૃતકની હાલત ગંભીર હોવાથી ડોકટરને ફોન કરવા છતાં તેઓ સમયસર હોસ્પિટલ પહોંચ્યા ન હતા. તે પછી મહિલાને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા  હતા. જ્યાં તેણીને ગભરામણ થઇ રહી હતી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હોવા છતાં મહિલાને કોઇ સારવાર ન મળતા તેઓનું મોત થયું હતું. બનાવને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે આ ઘટનામાં ફોરેન્સિક પીએમ કરાવવા તજવીજ શરૂ કરી છે, તેમજ મૃતક ગર્ભવતી મહિલાના વિસેરાના સેમ્પલ લઈને એફએસએલ માટે પણ મોકલી આપ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ મહિલાનું બીપી વધી જતા તેના મગજની નસ ફાટી ગઈ હતી, અને તેના કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે માતા અને બંને ટ્વીન્સ બાળકોના સાથે મોત થતા પરિવારજનો પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ તો પોલીસ દ્વારા આ મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati