SURAT : અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ કરાશે

સુરતમાં અનોખા ઓનલાઈનસમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર પટેલ સમાજના 121 યુગલો જુદાં-જુદાં સ્થળેથી જોડાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ સાથે બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને 10-10 હજારની FD અપાશે.

SURAT : અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ કરાશે
SURAT: Unique online mass wedding will be held on 20th February (FILE)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:50 PM

સુરતમાં (SURAT) અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ (Online mass wedding) 20 ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના (Saurashtra Patel Samaj) 121 યુગલો જુદાં-જુદાં સ્થળેથી જોડાશે. 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ કરવામાં આવશે. સાથે બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને 10-10 હજારની FD અપાશે.

સુરતમાં અનોખા ઓનલાઈનસમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર પટેલ સમાજના 121 યુગલો જુદાં-જુદાં સ્થળેથી જોડાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ સાથે બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને 10-10 હજારની FD અપાશે. શહેરના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપક્રમે 20 ફેબ્રુઆરીએ 63માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાશે. કોરોનાને કારણે સમારોહ વર્ચ્યુઅલી યોજાશે. એક જ સમયે અલગઅલગ જગ્યા પર લગ્ન વિધી થશે, પરંતુ તમામ લગ્ન મંડપો ડિજિટલી જોડાશે. આ સાથે જ બચતનો મેસેજ આપવા તમામ યુગલને 10-10 હજાર રૂપિયાની એફડી પણ અપાશે.

સંસ્થાના પ્રમુખ કાનજી ભાલાળા સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આગામી 20 ફેબ્રુઆરીએ સાંજે 4થી 8 વાગ્યા સુધી દરેક કન્યા પક્ષ પોત-પોતાની અનુકૂળતા પ્રમાણે લગ્ન મંડપ વ્યવસ્થા કરશે. બંને પક્ષના 50-50 વ્યક્તિઓની હાજરીમાં લગ્ન વિધિ થશે. જુદા-જુદા 121 સ્થળે મંડપ હશે. ટી.વી ચેનલ તથા ડિજિટલ માધ્યમથી 100થી વધારે દેશોમાં સમૂહ લગ્નોત્સવનું જીવત પ્રસારણ કરાશે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

સંસ્થા તરફથી દરેક કન્યાને કરિયાવર તથા કન્યાના પિતાને લગ્ન વ્યવસ્થા, 100 વ્યક્તિઓના ભોજન માટે રૂપિયા 20 હજાર અપાશે. ખર્ચ ઓછા કરી દીકરીને બચત કરવાનો મેસેજ આપવા સમાજ તરફથી કન્યાને 10 હજાર રૂપિયાની એફડી કરાવી અપાશે. 121 સ્થળે દરેક યુગલને શુભેચ્છા અને કન્યાદાનની વસ્તુઓ આપવા સમાજના પ્રતિનિધિ-અગ્રણીઓ હાજર રહેશે. દરેક મંડપથી સીધુ જીવંત પ્રસારણ મુખ્ય કાર્યક્રમ સ્થળે જોડાશે. સંસ્થાના 1000થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થાને ડિજિટલ માધ્યમથી જોડી કાર્યક્રમને સફળ બનાવશે. અંદાજે 3 લાખથી વધુ લોકો કાર્યક્રમને ઘરે બેઠા માણશે.

સમૂહલગ્નોત્સવમાં જોડાનારી 121 કન્યાઓમાં 21 દીકરીઓના પિતા નથી. જેમને નિતિન બોરાવાળા તરફથી વિશેષ ચાંદલા સ્વરૂપે 5-5 હજાર વિશેષરૂપે એફડી અપાશે. આમ કુલ 15 હજાર રૂપિયાની એફડી મળશે. કોવિડને કારણે આ વર્ષે પણ સમૂહ લગ્ન વર્ચ્યુઅલી જ કરાશે. 20 ફેબ્રુઆરીએ 121 યુગલો એક જ સમયે પરંતુ અલગ અલગ સ્થળે લગ્નવિધિ દ્વારા પ્રભુતામાં પગલા પાડશે.

આ પણ વાંચો : Ahmedabad : અમરાઇવાડીમાં ગેસનો બાટલો લિકેજ થતા બ્લાસ્ટ, 3 ઘાયલ, એકની હાલત ગંભીર

આ પણ વાંચો : અમદાવાદમા અકસ્માતનુ પ્રમાણ વધ્યુ, 3 દિવસમાં થયેલા 3 અકસ્માતમાં ત્રણના નિપજ્યા મોત

g clip-path="url(#clip0_868_265)">