Surat: દારૂના પૈસા નહીં આપતા પુત્રએ પિતાને ચપ્પુના 20 ઘા માર્યા, સારવાર માટે સિવિલમાં દાખલ

|

Jan 07, 2022 | 6:09 PM

સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે પિતાને પુત્ર દ્વારા શરીર પર 20 જેટલા તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરવામાં આવ્યા હતા.

Surat: દારૂના પૈસા નહીં આપતા પુત્રએ પિતાને ચપ્પુના 20 ઘા માર્યા, સારવાર માટે સિવિલમાં દાખલ
File Image

Follow us on

પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે. એચઆઈવીગ્રસ્ત પિતાને આર્થિક સહારો બનવાને બદલે દારૂની લતે ચઢેલા પુત્રએ દારૂ (Alcohol) પીવા માટે પૈસા માંગ્યા હતા. પિતાએ પૈસા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા કળયુગી પુત્રએ પિતાના પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં આધેડને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેઓ હાલમાં સારવાર હેઠળ છે.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય આધેડ પિતા ઉપર ગઈ કાલે રાત્રે પુત્રએ પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી ભાગી ગયો હતો. પત્ની અને પુત્રી લોહીલુહાણ હાલતમાં આધેડને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

વધુમાં પીડિતની પત્નીએ જણાવ્યું હુત કે અંકિત તેમનો એકનો એક પુત્ર છે. તેની લગ્નની ઉંમર થઈ ગઈ છે પણ દારૂની લતે ચઢતા અત્યાર સુધી તેના લગ્ન થયા નથી. દારૂની લતના કારણે સામે પિતા હોય કે માતા કોઈને પણ માન સન્માન નથી આપતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગુરુવારે બપોરે તેના પિતા પાસેથી દારૂ પીવા માટે પૈસા લઈ ગયો હતો અને દારૂ પીને આવ્યો હતો. રાત્રે ફરીથી દારૂ પીવા માટે પૈસા માંગતો હતો, ત્યારે તેના પિતાએ ના પાડી દીધી હતી. જેથી ઉશ્કેરાઈને તેમના ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો.

એકના એક પુત્ર માટે કેટલાક સ્વપ્નો જોયા હતા પણ તે દારૂ લતે ચઢીને પોતાની જિંદગી ખરાબ કરવાની સાથે અમને પણ ગમે તેમ બોલી ઝગડો કરે છે. વધુમાં પત્નીએ જણાવ્યું હતું કે પતિ સુભાષભાઈ છેલ્લા સાત આઠ વર્ષથી એચઆઈવીગ્રસ્ત છે. બનાવ અંગે પોલીસે આગળ તપાસ શરૂ કરી છે.

સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે પિતાને પુત્ર દ્વારા શરીર પર 20 જેટલા તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર તબીબો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ ઘટનાથી પુત્ર સામે ફિટકાર વરસી રહ્યો છે.

આ પણ વાંચો : Bhavnagar : રસીનો જથ્થો ખૂટતા શુક્રવારે બાળકોનું રસીકરણ બંધ રહેશે

આ પણ વાંચો :  પીએમ મોદીની સુરક્ષામાં ચૂક માટે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે : સીઆર પાટીલ

Next Article