Bhavnagar : રસીનો જથ્થો ખૂટતા શુક્રવારે બાળકોનું રસીકરણ બંધ રહેશે
ભાવનગરમાં બાળકોને આપવાની રસીનો જથ્થો ખૂટતા શુક્રવારે બાળકોનું રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે
ગુજરાતના(Gujarat) 03 જાન્યુઆરીના રોજથી 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ(Children Vaccine) શરૂ કરવામાં આવ્યું છે. જો કે ત્રણ દિવસ સુધી બાળકોને રસી આપ્યા બાદ મળતી માહિતી મુજબ ભાવનગરમાં(Bhavnagar) બાળકોને આપવાની રસીનો જથ્થો ખૂટતા શુક્રવારે બાળકોનું રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરતમાં રસીનો જથ્થો ઘટતા ત્યાં પણ બાળકોનું રસીકરણ શુકવારે બંધ રાખવામાં આવશે.
રાજ્યમાં 6,306 સેન્ટર પરથી કિશોરોને રસીકરણ
ગુજરાતમાં(Gujarat)15 થી 18 વર્ષના બાળકોને (Childeren) કોરોના (Corona)ની વેક્સીન (Vaccine) આપી દેવાની કામગીરી શરુ કરવામાં આવી છે. રાજ્યમાં 6,306 સેન્ટર પરથી કિશોરોને રસીકરણ (Children Vaccination)નું કામ શરુ કરવામાં આવ્યુ છે. જો કે ગુજરાતમાં 03 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા બાળકોના રસીકરણમાં ગુજરાતે સિધ્ધી મેળવી છે. જેમાં માત્ર ત્રણ જ દિવસમાં રાજ્યના 40 ટકા જેટલા 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
15 લાખ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
તેમજ રાજ્યમાં સરકારે એક સપ્તાહમાં 35 લાખ બાળકોને રસી આપવામાં માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ બાળકોને શાળાએ જ રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી 15 લાખ બાળકોને કોરોનાથી રક્ષણ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
નિષ્ણાંતોના મત મુજબ રસી લીધા પછી બાળકોને તાવ, રસી લાગેલી છે તે હાથમાં દુખાવો અથવા સોજો આવવો સામાન્ય બાબત છે. મોટા ભાગના કિસ્સાઓમાં તાવ એક દિવસમાં ઉતરી જાય છે. આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણ પછી આ બધા લક્ષણો સામાન્ય છે.
શરીરમાં ઈમ્યુનિટી વધી જતા કોરોના થવાની શક્યતા ઓછી
આ ઉપરાંત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યુ કે કોરોના સામે રસીનું સુરક્ષા કવચ બાળકો અને તરુણોને મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.વેક્સિન મળી રહેતા ઘણા લોકો કોરોના અંગેના નિયમોનું પાલન કરવાનું છોડી દે છે. વેક્સિન બાદ શરીરમાં ઈમ્યુનિટી વધી જતા કોરોના થવાની શક્યતા ઓછી જરૂર થઈ જાય છે, પરંતુ જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો સંક્રમિત થઈ શકે છે. જેથી બાળકો માટે પણ કોરોના અંગેના નિયમોનું ખાસ પાલન કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : પીએમ મોદીની સુરક્ષામાં ચૂક માટે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે : સીઆર પાટીલ
આ પણ વાંચો : ગુજરાત ડ્રગ્સ માફિયાઓનું સોફ્ટ ટાર્ગેટ, NCBના ચોંકાવનારા આંકડા સામે આવ્યા