Surat: VR મોલમાંથી બહાર નીકળતા કલેક્શન બોયને કર્યો લૂંટવાનો પ્રયાસ, પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

|

May 22, 2023 | 8:39 PM

સુરત VR મોલમાં કોઈ વેપારી પાસે કલેક્શનના રૂપિયા લેવા ગયેલો વ્યક્તિ મોલની બહાર આવતા બે અજાણ્યા શખ્સ દ્વારા આઆ યુવાનને આંતરીને લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Surat: VR મોલમાંથી બહાર નીકળતા કલેક્શન બોયને કર્યો લૂંટવાનો પ્રયાસ, પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Follow us on

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા VR મોલની બહાર કલેક્શનનું કામ કરતા યુવક સાથે લૂંટના પ્રયાસની ઘટના બનવા પામી હતી. બાઈક ઉપર આવેલા બે લુંટારુ યુવક પર હુમલો કરી તેની પાસે કલેક્શનની જમા રકમ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકે પ્રતિકાર કરી મોલ તરફ નાસી જતા બંને લુંટારૂ ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા ઉમરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

કલેક્શનની જમા રકમ લુટવાનો પ્રયાસ

સુરતમાં મોબાઈલની લુટ અને મહિલાઓ ગાળા માંથી સોનાના હારની લુટ જેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે. અને શહેરમાં આવા લૂંટારુઓના તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સુરતના પીપલોદ સ્થિત ડુમ્મસ રોડ ખાતે આવેલા VR મોલ પાસે લૂંટની નિષ્ફળ ઘટના બનવા પામી છે.

બે અજાણ્યા શખ્સ દ્વારા આંતરીને લૂંટવાનો પ્રયાસ

સુરતમાં જુદી જુદી સંસ્થાઓનું કલેક્શનનું કામ કરતો યુવક આજે લૂંટારૂઓનો શિકાર બનવા રહી ગયો. યુવક VR મોલમાં કોઈ વેપારી પાસે કલેક્શનના રૂપિયા લેવા ગયો હતો ત્યારબાદ રૂપિયા લઇ પરત મોલની બહાર આવ્યો ત્યારે મોલની પાછળના રોડ ખાતે યુવકને બે અજાણ્યા શખ્સ દ્વારા આંતરીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મોઢે રૂમાલ બાંધી બે યુવકો દ્વારા કલેક્શન કરતાં બોય પાસે રહેલ રૂપિયા લૂંટવાની કોશિશ કરી હતી.

ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?
રોડ પર બનાવવામાં આવેલા સફેદ અને પીળા પટ્ટા શું સૂચવે છે?
ટીંડોળા ખાવાના પણ છે ગજબના ફાયદા, જાણીને આજે જ ખાવાનું કરી દેશો શરુ
હોટલના રૂમમાં સફેદ બેડશીટ (ચાદર) જ શા માટે હોય છે? રંગબેરંગી કેમ નહીં?
આજનું રાશિફળ તારીખ : 17-12-2024

હુમલો કરી લૂંટનો પ્રયાસ

કલેક્શનના રૂપિયા લઈને બહાર નીકળેલા યુવકનો અજાણ્યા બે યુવક દ્વારા રેકી કરવામાં આવી હતી. બાઈક ઉપર મોઢે રૂમાલ બાંધીને બે યુવકો દ્વારા કલેક્શન બોઇને આંતરીને રોકવામાં આવ્યો હતો. કલેક્શન બોય મોલની બહાર નીકળતાની સાથે જ બંને યુવકોએ તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ બંને લૂંટારૂઓએ યુવકને ધમકી આપી તીક્ષ્ણ હથિયાર બતાવી તેની પાસે રહેલ રૂપિયાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકે રૂપિયા ન આપતા હોય દંડા વડે તેના માથામાં હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી. જોકે તેમ છતાં યુવક બંને લૂંટારૂઓનો પ્રતિકાર કરીને ત્યાંથી ભાગીને મોલ તરફ જતો રહ્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની ભવ્ય તૈયારીઓ, ફાયર-પાણી-પાર્કિંગ માટે વિવિધ સમિતિઓ બનાવાઇ

પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

રૂપિયાનું કલેક્શન કરતાં યુવક સાથે લૂંટ થયા હોવાની જાણ પોલીસને થતા ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે યુવક સાથે લૂંટનો પ્રયાસ થયો છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને કલેક્શન બોયની વાત સાંભળી તપાસ હાથ ધરી હતી.

પોલીસે cctv દ્વારા તપાસ શરૂ કરી

કલેક્શન બોય ની સાથે પોલીસે વાત કર્યા બાદ તેણે જણાવેલ હકીકત મુજબ જુદી જુદી ટીમો તાત્કાલિક તપાસમાં પોલીસે લગાવી દીધી હતી. પોલીસે તાત્કાલિક આસપાસના સીસીટીવી પણ તપાસ કરી હતી. જેમાં નજીકના એક સીસીટીવી માં બાઈક ઉપર મોઢે રૂમાલ બાંધી બે શકમંદ યુવકો જણાઈ આવ્યા હતા. પોલીસે કલેક્શન બોય પાસે લૂંટ નો પ્રયાસ કરનાર બંને લૂંટારો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કલેક્શન બોય ના જણાવ્યા મુજબ લૂંટના પ્રયાસની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article