Dhirendra Shastri : સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની ભવ્ય તૈયારીઓ, ફાયર-પાણી-પાર્કિંગ માટે વિવિધ સમિતિઓ બનાવાઇ

સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે. 26 અને 27 મેના રોજ બાબાનો કાર્યક્રમ લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાશે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં 2 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 5:34 PM

સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. દિવ્ય દરબારની વ્યવસ્થા માટે 12 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં ફાયર, પાણી, પાર્કિંગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ સમિતિઓ તેમને સોંપવામાં આવેલી વ્યવસ્થાઓ પર નજર રાખશે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે આપેલી માહિતી અનુસાર, પાર્કિંગ વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે, લાખો લોકો આ દરબારમાં આવવાના છે. તેથી કોઇને પાર્કિંગની સમસ્યા ન નડે તેના માટે પાર્કિંગ વ્યવસ્થા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તો સ્થળ પર પણ કોઇ અણબનાવ ન બને તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો, કરિયાવરને લઈને વર કન્યા પક્ષના લોકોએ કર્યો હોબાળો

તો સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના આયોજક કિરણ પટેલે પણ આશા વ્યક્ત કરી છે કે, દેશમાં ક્યાંય નહીં યોજાયો હોય તેવો દરબાર સુરતમાં યોજાશે. લાખો લોકો આ દરબારમાં આવવાના છે. એટલું જ નહિં વિરોધ કરી રહેલા લોકોને પણ જવાબ આપતા કહ્યુ કે, બાબા બાગેશ્વર હિંદુ-સનાતન ધર્મનો પ્રચાર કરે છે. તે ખરેખર ગર્વની વાત છે. અને આમાં કોઇ રાજકારણ ન હોઇ શકે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">