AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ચોક બજારમાં યુવકની હત્યા કરનાર બંને પિતરાઈ ભાઈની ધરપકડ, સામાન્ય તકરારમાં થઇ હતી હત્યા

સુરત(Surat)શહેરના પંડોળ ખાતે પાંચ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ બે અજાણ્યાઓએ યુવકને ચપ્પુના ઘા મારી હત્યા(Murder) કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાંચે(Crime Branch)તપાસ હાથ ધરી હત્યા કરનાર બંને પિતરાઈ ભાઈઓને યુપીના અટરા તેમના ઘરેથી ઝડપી પાડ્યા અને જેલ હવાલે કર્યા છે.

Surat : ચોક બજારમાં યુવકની હત્યા કરનાર બંને પિતરાઈ ભાઈની ધરપકડ, સામાન્ય તકરારમાં થઇ હતી હત્યા
Surat Crime Branch Arrest Murder Accused
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 16, 2022 | 5:17 PM
Share

સુરત(Surat)શહેરના પંડોળ ખાતે પાંચ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ બે અજાણ્યાઓએ યુવકને ચપ્પુના ઘા મારી હત્યા(Murder) કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાંચે(Crime Branch)તપાસ હાથ ધરી હત્યા કરનાર બંને પિતરાઈ ભાઈઓને યુપીના અટરા તેમના ઘરેથી ઝડપી પાડ્યા અને જેલ હવાલે કર્યા છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરત શહેરના વેડરોડ પંડોળ ખાતે એફ લાઇન પટેલ અંતરવાલાની ગલીમા ખાતા નંબર 309 પહેલા માળે ગત 10 ઓક્ટોબરે રાત્રે સવા અગિયાર વાગે એક યુવક અને તેનો મિત્ર ગુડ્ડરામ બહાદુરરામ તેઓના કારખાને જતા હતા. તે વખતે યુવક તથા ગુડુરામ બહાદુરરામ પાસે બે અજાણ્યા આવ્યા હતા. અને બંને સાથે બોલાચાલી ઝઘડો કરી ગુડુરામને પેટના ભાગે જમણી બાજુ ચપ્પુ વડે જીવલેણ ઘા કરી મોતને ઘાટ ઉતારી ત્યાથી નાસી ગયા હતા. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

માત્ર સામાન્ય બોલાચાલી માં યુવકની હત્યા

આમ આ હત્યારાઓને પકડવા પોલીસની ટીમો તથા ક્રાઈમ બ્રાંચની ટીમે પણ ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને આરોપીઓ ટ્રેનમાં પોતાના વતન જવા નિકળી ગયા હોવાની બાતમી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની એક ટીમ તપાસ માટે રવાના થઈ હતી. અને બાંદ્દા જિલ્લાના અટરા પોલીસ સ્ટેશનના પોલીસની મદદ મેળવી આરોપી સંતોષકુમાર ઉર્ફે આર્યન શિવચરણ શીરવાસ તથા પવન લખન સવિતા ને પકડી પાડ્યા અને સુરત ખાતે લાવી વધુ તપાસ શરૂ કરી છે.જેમાં માત્ર સામાન્ય બોલાચાલી માં યુવકની હત્યા કરવી જેથી કહી શકાય કે અત્યારે લોકોના મન નાના થઈ ગયા છે કોઈ સામાન્ય બાબતમાં હત્યા કે 307 એટલે કે હાફ મર્ડર જેવી ઘટનાને અંજામ આપી દેતા હોય છે અને પાછળથી પસ્તાવાનો વારો આવતો હોય છે.

ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ગુડ્ડુને ચપ્પુના ઘા મારી દીધા હતા

10 તારીખે રાત્રે આરોપીઓ રહેમતનગરથી ચાલતા ચાલતા પંડોળથી વેડરોડ ઉપર પાનના ગલ્લા પરથી માવા તથા ગુટખા લઇ પટેલ અંતરવાળાની ગલીમાંથી જતા હતા. ત્યારે બે જણા મોટર સાયકલ ઉપર બેસેલા હતા. જેથી આરોપીઓ તે બંને ઇસમો પાસે ઉભા રહ્યા હતા. ત્યારે એક જણાએ તેમને ગાળો આપી હતી. એટલે આરોપીઓએ તેઓને કેમ અમને ગાળો આપો છો તેમ કહેતા તેઓ બંને જણા મોટર સાયકલ ઉપરથી નીચે ઉતર્યા હતા. એટલે આરોપીઓને લાગ્યું કે તેઓ બંને જણા તેમને મારવા માટે ઉતરેલા છે. એટલે સંતોષ શીરવાસે તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ગુડ્ડુને ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ બંને આરોપીઓ સુરત રેલ્વે સ્ટેશનથી સવારે ટ્રેનમાં બેસી વતન જવા માટે નિકળ્યા હતા.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">