Surat: ટનલ બોરિંગ મશીન તૈયાર, અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન માટે કામગીરી શરૂ કરાશે

|

Feb 03, 2022 | 1:03 PM

ડ્રિમ સિટી ખાતે પ્રોજેક્ટનું ખાતમૂર્હત કરાવતા જ ડ્રીમસિટી પાસે મેટ્રો એલિવેટેડ રૂટ માટે પાઈલિંગની કામગીરી શરૂ કરાઇ હતી અને ડ્રીમસિટી સ્ટેશન માટે પાઈલિંગનું કામ શરૂ થયું છે.

Surat: ટનલ બોરિંગ મશીન તૈયાર, અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન માટે કામગીરી શરૂ કરાશે
File Image

Follow us on

શહેરમાં સુરત મેટ્રોની (Metro) કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મેટ્રોના ફેઝ -1 સરથાણાથી ડ્રીમ સિટીના (Dream City) રૂટમાં 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે શહેરમાં 10 મહિના અગાઉ જ ટનલ બોરિંગ મશીન ઉતારી દેવાયું હતું. જે પાલનપોર પાસેના ગોડાઉનમાં અસેમ્બલ કરી દેવાયું છે અને આ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નું ફેક્ટરીમાં ટેસ્ટિંગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ટીબીએમ મશીનને કાપોદ્રા (ઉત્તર રેમ્પ) અને રેલવે સ્ટેશન વચ્ચેની ટ્વીન ટનલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ઉત્તરીય રેમ્પ અને સુરત રેલ્વે મેટ્રો સ્ટેશન વચ્ચેના અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર તમામ કટ અને કવર પદ્ધતિનો ઉપયોગ કરીને ટ્વીન બોર અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. તેમજ ટનલ બોરિંગ મશીન બનાવતી ટેરેક કંપની દ્વારા વધુ એક મશીન સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે આપવામાં આવશે. આ મશીન 6.61 મીટર વ્યાસ ધરાવતું અર્થ પ્રેશર બેલેન્સ ટનલ બોરિંગ મશીન (EPBM) છે જેનો ઉપયોગ આ મહિનાની શરૂઆતમાં સફળ પરીક્ષણ બાદ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કરવામાં આવશે.

સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ પેકેજ (UG – 01)માં કાપોદ્રા, લાભેશ્વર ચોક અને સેન્ટ્રલ વેરહાઉસ સ્ટેશનને આવરી લેવાશે તેમજ પેકેજ UG 02માં તે ચોક બજાર, મસ્કતી હોસ્પિટલ અને સુરત રેલ્વે સ્ટેશનોને આવરી લેવામાં આવશે. જેમ જેમ ટનલ બોરિંગ મશીનથી બોરિંગ કરાશે તેમ તેમજ કોંક્રિટ યુનિવર્સલ – સ્ટાઈલ, પ્રી – કાસ્ટ લાઈનિંગ રિંગ્સને અંડરગ્રાઉન્ડ ઈન્સ્ટોલ કરી દેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હાલમાં શહેરના અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાના સ્થળે તકનીકી તપાસ થઈ રહી છે અને આ સર્વેના આધારે મેટ્રો સ્ટેશનની ડિઝાઈન કરાશે તેવું સુરત મેટ્રોના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. શહેરમાં હાલમાં કાપોદ્રા પાસે સોઈલ ઈન્વેસ્ટિગેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જે પણ બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થશે. તે ઉપરાંત શહેરમાં વીઆઈપી રોડથી ભીમરાડ કેનાલ વચ્ચે મેટ્રો માટેના પાઈલિંગની કામગીરી છેલ્લા બે-ત્રણ દિવસથી શરૂ કરી દેવામાં આવી છે. ડ્રિમ સિટી ખાતે પ્રોજેક્ટનું ખાતમૂર્હત કરાવતા જ ડ્રીમસિટી પાસે મેટ્રો એલિવેટેડ રૂટ માટે પાઈલિંગની કામગીરી શરૂ કરાઈ હતી અને ડ્રીમસિટી સ્ટેશન માટે પાઈલિંગનું કામ શરૂ થયું છે.

આ પણ વાંચો : Surat : ATMમાં મદદ કરવાના બહાને લોકોને છેતરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો, 39 ATM કાર્ડ ઝબ્બે

આ પણ વાંચો : Surat : વ્હીકલ ટેક્સમાં વધારાથી કોર્પોરેશનને વાર્ષિક 10 થી 12 કરોડની આવક થશે

Published On - 1:05 am, Thu, 3 February 22

Next Article