Surat : વ્હીકલ ટેક્સમાં વધારાથી કોર્પોરેશનને વાર્ષિક 10 થી 12 કરોડની આવક થશે
મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં 20 લાખ સુધીના ફોર વ્હીલર્સ પાસેથી તેમની કિંમત પ્રમાણે 2.5 ટકા વાહન વેરો વસૂલે છે. બજેટમાં 10 લાખ અને 25 લાખ સુધીના ફોર વ્હીલર માટે 1.5 ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે.
સુરત (Surat) મ્યુનિસિપલ કોર્પોરેશને (SMC)તેના ડ્રાફ્ટ બજેટ (Draft budget)2022-23માં રૂ. 10 લાખથી 25 લાખ સુધીની કિંમતના ફોર વ્હીલર્સ પર 1 ટકા અને 25 લાખથી વધુની કિંમતના ફોર વ્હીલર પર 0.5 ટકાનો ટેક્સ વધાર્યો છે. વાહન વેરામાં આ વધારાને કારણે પાલિકાને વાર્ષિક 10 થી 12 કરોડ રૂપિયા આવક થવાની ધારણા છે.
ચાલુ નાણાકીય વર્ષમાં શહેરમાં આરટીઓમાં 19000 નવા ફોર વ્હીલર નોંધાયા છે. તેમાંથી 13072 ફોર વ્હીલર છે જેની કિંમત 10 લાખ રૂપિયા છે. 10 લાખ રૂપિયા થી ઉપરની કિંમતના 4321 ફોર વ્હીલર છે. તેવી જ રીતે 25 લાખથી વધુની કિંમતના 514 વાહનોનો સમાવેશ થાય છે. માર્ચના અંત સુધીમાં 4000 વધુ ફોર વ્હીલરની નોંધણી થવાની ધારણા છે.
સામાન્ય રીતે દર વર્ષે લગભગ 23 હજાર ફોર વ્હીલરનું વેચાણ થાય છે. શહેરમાં 10 લાખ, 10 થી 25 લાખ અને 25 લાખથી વધુની કિંમતના વાહનો પરના ટેક્સમાં વધારાને કારણે સુરત મહાનગરપાલિકાને વાર્ષિક 10 થી 12 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.
વાહન વેરો હાલ કેટલો અને કેટલો
મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં 20 લાખ સુધીના ફોર વ્હીલર્સ પાસેથી તેમની કિંમત પ્રમાણે 2.5 ટકા વાહન વેરો વસૂલે છે. બજેટમાં 10 લાખ અને 25 લાખ સુધીના ફોર વ્હીલર માટે 1.5 ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે. જ્યારે 10 લાખ સુધીના વાહનો પાસેથી 2.5 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. આ રીતે 25 લાખ સુધીના ફોર વ્હીલર પર 4 ટકા વાહન ટેક્સ વસૂલવામાં આવશે, જે હાલમાં 3.5 ટકા છે. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ વેરા મંજૂર થયા બાદ 1 એપ્રિલથી નવા વાહન વેરાનો અમલ થશે.
પાછલા ત્રણ વર્ષમાં નવા વાહનોના વેચાણ અને મનપાને મળેલ વાહન ટેક્સ
વર્ષ 2019-20–નવા વાહનો 1.50 લાખ–74.68 કરોડ ટેક્સ વર્ષ 2020-21–નવા વાહનો 84 હજાર–59 કરોડ ટેક્સ વર્ષ 2021-22–નવા વાહનો 99 હજાર–73 કરોડ ટેક્સ
આ પણ વાંચો : Vadodara: અકોટા સોલાર બ્રિજે નવ માસમાં રૂ. 50 લાખની વીજળી આપી, ગુજરાતના પ્રથમ રૂફટોપ સોલાર બ્રિજમાં 3024 પેનલ બેસાડાઈ
આ પણ વાંચો : મહીસાગર નદીને કિનારે ઉજવાયો મહી બીજ ઉત્સવ, લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે પૂજતો ગોપાલક સમાજ ઉમટયો