ઇલેક્ટ્રીક વાહનોના વેચાણમાં ગુજરાતમાં સુરત પ્રથમ ક્રમે, સૌથી વધુ સબસીડી સુરત RTO દ્વારા રીલીઝ કરાઇ

સુરત (Surat) આરટીઓમાં એક જ વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનો ખરીદનાર લોકોની રૂ. 61 કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. આટલી મોટી સબિસડીની રિલીઝ કરનાર સુરત આરટીઓ ગુજરાતની પ્રથમ આરટીઓ છે.

ઇલેક્ટ્રીક વાહનોના વેચાણમાં ગુજરાતમાં સુરત પ્રથમ ક્રમે, સૌથી વધુ સબસીડી સુરત RTO દ્વારા રીલીઝ કરાઇ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 06, 2023 | 8:17 AM

પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો (Electric vehicles) લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે સબસીડીની જાહેરાત કરી છે. ત્યારે સુરત આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં 61 કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. જે ગુજરાતની આરટીઓમાં સૌથી વધુ છે. સુરતમાં અત્યાર સુધીમાં 31 હજારથી વધુ ઇ વાહનો ખરીદાયા છે.

આ પણ વાંચો-Gujarati Video : બનાસકાંઠાના ઊચોસણ ગામે તળાવમાં ત્રણ કિશોર ડુબ્યા, તળાવમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે બની ઘટના

લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં

સુરત આરટીઓમાં એક જ વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનો ખરીદનાર લોકોની રૂ. 61 કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. આટલી મોટી સબિસડીની રિલીઝ કરનાર સુરત આરટીઓ ગુજરાતની પ્રથમ આરટીઓ છે. પર્યાવરણની જાળવણીના હેતુ અને સબસીડીના કારણે લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 01-12-2024
Bajra Rotlo in Winter : શિયાળામાં એક દિવસમાં કેટલા બાજરીના રોટલા ખાવા જોઈએ, જાણો ફાયદા
Jioના 123 રૂપિયાના આ સ્પેશ્યિલ પ્લાનમાં રોજ મળશે ડેટા- કોલિંગ અને બીજુ પણ ઘણું બધું
Nutmeg Water Benefits : એક મહિના સુધી રાત્રે જાયફળનું પાણી પીવાના આશ્ચર્યજનક ફાયદા જાણો
આ ત્રણ કામ કરનાર વ્યક્તિને નથી જવું પડતું નર્કમાં, ભાગવતમાં લખ્યું છે, જુઓ Video
અમદાવાદના મુખ્ય અને ઐતિહાસિક ફરવાલયક સ્થળો, જુઓ નામ અને તસવીર

ફોરવ્હીલરમાં રૂ.1.50 લાખ સુધીની મર્યાદામાં સબસિડી અપાય છે

સુરત આરટીઓ આકાશ પટેલે કહ્યું કે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો પર પ્રોત્સાહનના ભાગરૂપે સબસીડી અપાય છે. 1 માર્ચ, 2022થી તારીખ 31 એપ્રિલ 2023 સુધી 13,700 જેટલા ઇલેકટ્રીક વાહનોને રૂ. 61 કરોડની સબસિડીની ફાળવણી થઇ છે. આ રકમ અરજદારના એકાઉન્ટમાં જમા થાય છે. ઇલેકટ્રીક ટુ-વ્હીલર્સની ખરીદીમાં મહત્તમ રૂ.20 હજાર, થ્રી-વ્હીલરમાં રૂ.50 હજાર અને ફોર વ્હીલરમાં રૂ.1.50 લાખ સુધીની મર્યાદામાં સબસિડી અપાય છે. ઈલેક્ટ્રીક વાનોના કારણે પ્રદૂષણમાં અને કાર્બન ડાયોક્સાઇડ માપમાં ઘટાડો નોંધાય છે.

ઇ વાહન વેચાણમાં ગુજરાતમાં સુરત પ્રથમ

અત્યાર સુધીમાં સુરતમાં 31,742 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ ગુજરાતમાં સુરત ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં અવ્વલ નંબરે છે. અમદાવાદ અને રાજકોટને પાછળ છોડી સુરત રાજ્યમાં પ્રથમ ક્રમે છે. સુરતમાં અત્યાર સુધીમાં 31742 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે, જેમાં 26984 બાઈક-સ્કૂટર, 3079 મોપેડ, 379 થ્રી વ્હીલર, 187 બસ, 982 કાર, 103 થ્રી વ્હીલર પેસેન્જર વાહનનું વેચાણ થયું છે. આમ 31742 વાહનના વેચાણ સાથે સુરત રાજ્યભરમાં પ્રથમ નંબરે છે.

એક વર્ષમાં 1.44 લાખ બાઈક અને 30 હજાર કારનું વેચાણ સુરત આરટીઓના ચોપડે છે. વર્ષ 2022-23માં 1.44 લાખ બાઈક અને 30 હજાર કારનું વેચાણ થયું હોવાનું નોંધાયું છે. આરટીઓના આંકડા પ્રમાણે સુરતમાં રોજ 394 બાઈક અને 83 કારનું વેચાણ થયું હતું. સુરતમાં વેચાઈ રહેલી બાઈક, કાર, ટ્રેક્ટર, ટ્રક, એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અંદાજિત કિંમત આંકવામાં આવે તો રોજ સરેરાશ 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતના વાહનો વેચાઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા એક વર્ષમાં કુલ 1.85 લાખ વાહનોનું વેચાણ થયું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ
PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ
ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, મહિલા આરોપીની ધરપકડ
ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, મહિલા આરોપીની ધરપકડ
ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે સર્જાયો અકસ્માત
ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે સર્જાયો અકસ્માત
અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી
અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી
જયંતિ સરધારા પર PI દ્વારા કરાયેલા હુમલામાં હટાવશે આ કલમ
જયંતિ સરધારા પર PI દ્વારા કરાયેલા હુમલામાં હટાવશે આ કલમ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓ જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા
ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓ જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા
પી ટી જાડેજા સામે મનીલોન્ડિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા થયા ફરાર
પી ટી જાડેજા સામે મનીલોન્ડિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા થયા ફરાર
ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી, એકાએક ₹ 6800નો ફી વધારો ઝીંક્યો
ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી, એકાએક ₹ 6800નો ફી વધારો ઝીંક્યો
સુરતના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત
સુરતના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત
BZ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન મળ્યુ એક બિનવારસી લેપટોપ
BZ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન મળ્યુ એક બિનવારસી લેપટોપ
g clip-path="url(#clip0_868_265)">