લકઝરી બસ દુર્ઘટના : FSL ની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું, બસની ડેકીમાં રાખેલા જ્વલનશીલે કર્યું આગમાં ઘી નાંખવાનું કામ

સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ ઉપર ભેગા થયેલા પરિવારજનોએ જણાવ્યું હતું કે વિશાલ અને તાન્યાના બે વર્ષ અગાઉ લગ્ન થયા હતા. 17 મીએ તેઓના લગ્નની બીજી વર્ષગાંઠ હતી.

લકઝરી બસ દુર્ઘટના : FSL ની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું, બસની ડેકીમાં રાખેલા જ્વલનશીલે કર્યું આગમાં ઘી નાંખવાનું કામ
Luxury bus crash: FSL team inspects site,(File Image )
Follow Us:
| Updated on: Jan 19, 2022 | 3:40 PM

સુરતથી ભાવનગર જવા માટે નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની (Rajdhani Travels ) લકઝરી બસમાં મંગળવારે રાત્રે હીરાબાગ (Hirabag )  સર્કલ પાસે આગ (Fire )  લાગી હતી. એટલુંજ નહીં આ બનાવ ગંભીર અને તમામને હચમચાવી દેનાર હતો.થોડા જ સમયમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.અંદર બેઠેલા મુસાફરો ચીસો પાડવા લાગ્યા હતા.સ્થળ ઉપર ભારે અફડાતફડી સર્જાઈ હતી. મુસાફરો જીવ બચાવવાના પ્રયત્નોમાં બારીઓમાંથી કૂદવા લાગ્યા હતા.

દુર્ભાગ્યવશ બસમાં સવાર યુવાન દંપતી ગંભીર રીતે દાઝી ગયા હતા જે પૈકી પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે પતિ સારવાર હેઠળ છે. એટલુંજ નહીં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બસની ડિક્કીમાં સૅનેટાઇઝર,ઈલેક્ટ્રીક સામાન સહીત જવલનશીલ અને આગમાં ઘી નાખવાનું કામ કરે તેવી વસ્તુઓ હતી.

કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજધાની ટ્રાવેલ્સની બસ આગ દુર્ઘટનામાં ભાવનગર ખાતે રહેતા વિશાલ નારાયણ નવલાની અને પત્ની તાન્યા દાઝી ગયા હતા.જે પૈકી તાન્યાનું મોત થઇ ગયું છે.આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે ડીક્કીમાં સૅનેટાઇઝરની બોટલો,ઇલેક્ટ્રિકનું સામાન,કોસ્મેટિક્સ આઇટમ્સ,કપડાં,શ્રીફળ,બંગડીઓ સહીત વસ્તુઓ હતી. જે તમામ કબજે કરવામાં આવી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સાથે જ એફએસએલ દ્વારા ઘટના સ્થળ અને કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે બસમાં 12 જેટલા મુસાફરો હતા. અન્ય મુસાફરો હેમખેમ છે.હવે ઘટનાને લઈને પ્રશ્ન એ ઉઠવા પામ્યો છે કે ડીક્કીમાં રહેલા સૅનેટાઇઝર જેવા જવલનશીલ પ્રવાહી આગને વિકરાળ બનાવવાનું કારણ બન્યું હોય.બનાવ અંગે તપાસ કરી રહેલા કાપોદ્રા પોલીસ પીએસઆઇ પરાગ દાવરાએ જણાવ્યું હતું કે અકસ્માત મોતનો મામલો નોંધવામાં આવ્યો છે.એફએસએલની રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સાથે ગયા હતા, હંમેશા માટે જુદા થઇ ગયા. સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ ઉપર ભેગા થયેલા પરિવારજનોએ જણાવ્યું હતું કે વિશાલ અને તાન્યાના બે વર્ષ અગાઉ લગ્ન હતા.17 મીએ તેઓના લગ્નની બીજી વર્ષગાંઠ હતી.જે ઉજવવા માટે બંને ભાવનગરથી ગોવા ગયા હતા અને ત્યાંથી પરત આવવા માટે ગોવાથી સુરત આવ્યા હતા.સુરત તેઓ રાજધાની ટ્રાવેલ્સની બસમાં બુકીંગ કરાવી હતી.

ગોવાથી તેઓ સાંજે સુરત આવી પહોંચ્યા હતા.રાત્રે 9 વાગ્યે બસ ઉપડવાની હતી.જેથી ત્યાં સુધી રિંગ રોડ વિસ્તારની એક રેસ્ટોરેન્ટમાં જઈ સાથે જમ્યા હતા. ટાઈમ થતા નવેક વાગ્યે બસ પોઇન્ટ ઉપર આવી ગયા હતા.બને સાથે ગયા હતા પરંતુ કાળનો કોળિયો બનતા બંને હંમેશા માટે જુદા થઇ ગયા.

રસ્તામાં કોઈ પણ તકલીફ પડે તો મને કોલ કરજો : મેયર મેયર હેમાલીબેન બોઘાવાલા આજે સવારે સ્મીમેરના પીએમ રૂમ ઉપર મૃતકના પરિવારજનોને મળવા આવ્યા હતા.પરિવારજનોએ પીએમ જલ્દી થઇ શકે તેવી રજુઆત કરતા મેયર દ્વારા પીએમ કરનાર ડોકટરને મળી વહેલામા વહેલું પીએમની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સાથે જ દુઃખમાં સરી ગયેલા પરિવારજનોને સાંત્વના આપતા કહ્યું હતું કે મૃતદેહ વતનમાં લઇ જતી વખતે રસ્તામાં કોઈ પ્રકારની તકલીફ પડે તેમને કોલ કરજો.

આ પણ વાંચો : લગ્નના ઉન્માદમાં કોરોના ભૂલાયોઃ તાપી જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં ગાઈડ લાઇનનો છડેચોક ભંગ કરીને લોકો નાચ્યા

આ પણ વાંચો : સુરતના વરાછામાં ખાનગી બસમાં અચાનક આગ લાગી, બે લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">