Surat : સુરતીઓ સાચવજો! પરિવારમાં ફેલાઈ રહ્યો છે કોરોના, ટેસ્ટિંગ વધશે તો કેસો પણ વધે તેવી સંભાવના

જે સંખ્યામાં કોરોનાના(Corona ) દર્દીની સંખ્યા વધી રહી છે તે હિસાબે ટેસ્ટિંગ વધારવામાં નથી આવી રહ્યું. હાલ ફક્ત 1357 ટેસ્ટિંગ જ કરવામાં આવી રહ્યું છે. જો કોર્પોરેશન ટેસ્ટિંગ વધારશે તો કોરોનાના કેસો વધવાની પણ પુરેપુરી સંભાવના છે.

Surat : સુરતીઓ સાચવજો! પરિવારમાં ફેલાઈ રહ્યો છે કોરોના, ટેસ્ટિંગ વધશે તો કેસો પણ વધે તેવી સંભાવના
Corona cases in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:20 AM

શહેરમાં શહે૨માં કોરોનાના વધતા કેસોની સાથે પરિવારોમાં સંક્રમણ વધી રહ્યું છે. રવિવારે ત્રણ પરિવારોના મળીને કુલ 7 કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 32 કેસો સામે આવ્યા છે. જેમાંથી બે દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારમાં નવા 6 કેસો સામે આવ્યા છે. રવિવારે કોરોનાના નવા ૩૨ કેસ પૈકી બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં નવા 6 કેસ નોંધાયા છે.

પરિવારમાં વધી રહ્યું છે સંક્ર્મણ :

શહેરમાં કોરોના કેસોની સંખ્યા 30ને પાર થઇ ચૂકી છે. પરિવારના સદસ્યોમાં કોરોના સંક્રમણ વધતુ હોવાનું સામે આવી રહ્યું છે. રવિવારે કોરોનાના નવા 32 કેસો સામે આવ્યા છે. જે પૈકી બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત સેન્ટ્રલ ઝોનના પરિવારના ત્રણ સભ્યો, છાપરાભાઠામાં રહેતા એક પરિવારના બે સદસ્યો અને અમદાવાદ થી 18 જુનના રોજ સુરત પરત આવેલા એક દંપતી પણ કોરોના સંક્રમણમાં આવ્યું છે. આ સાથે મુંબઇથી પરત આવેલા બે દર્દીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. શહેરમાં કોરોનાં એક જ પરિવારના બે કે તેથી વધુ સભ્યોને તથા અન્ય શહેરોમાથી સુરત આવનાર લોકોને સંક્રમિત કરી રહ્યો થયું છે. રવિવારે 12 દર્દીઓએ કોરોનામાં રાહત મેળવી હતી. હાલ એક્ટિવ કેસની સંખ્યા 133 પર પહોંચી છે. જેમાંથી 7 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

ટેસ્ટિંગ વધે તો કેસો વધવાની સંભાવના :

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોનો પણ વધારો થતાં નવા 6 કેસો સામે આવ્યા છે. બારડોલી તાલુકામાં કામરેજ, માંગરોળ,ઓલપાડ અને પલસાણા તાલુકામાં 1-1 કેસ નોંધાયો હતો. દરમિયાન કોરોનામાં બે દર્દીઓ સાજા થયા હતા. નોંધનીય છે કે પાછલા 20 દિવસમાં કોરોનાના કેસોએ ઝડપ પકડી છે. શહેરમાં ત્રણ મહિના પહેલા કોરોનાની જે સ્થિતિ હતી એ સ્થિતિ હવે ફરી થતી ચાલી છે. પાછલા 20 દિવસમાં નવા કેસ 220 ટકા વધી ગયા છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ 140 ટકા વધી ગઈ છે. તેમ છતાં તંત્ર અને આરોગ્ય વિભાગ હજી પણ કોરોનાને હળવાશથી લઇ રહ્યું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

હોસ્પિટલાઇઝેશનનો દર ઓછો :

જે સંખ્યામાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે તે હિસાબે ટેસ્ટિંગ વધારવામાં નથી આવી રહ્યું. હાલ ફક્ત 1357 ટેસ્ટિંગ જ કરવામાં આવી રહ્યું છે. જો કોર્પોરેશન ટેસ્ટિંગ વધારશે તો કોરોનાના કેસો વધવાની પણ પુરેપુરી સંભાવના છે. જેનાથી કોરોનાની ચોથી લહેર આવવાની આશંકા ઉભી થઇ છે. જોકે રાહતની વાત એ છે કે હોસ્પિટલાઇઝેશનનો દર 2 ટકા કરતા પણ ઓછો છો. 133 દર્દી પૈકી ફક્ત 7 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">