Surat : 10 વર્ષ જુના વિદ્યાર્થીએ શિક્ષિકાનો પીછો કરી હેરાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ, વિદ્યાર્થીની ધરપકડ

|

Jul 21, 2022 | 1:43 PM

વિદ્યાર્થી (Student) થોડા દિવસ સુધી સુધરી ગયા બાદ ફરી પોતાની હરકત છતી કરી દીધી હતી. વોચમેન પાસે આવીને શિક્ષીકાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Surat : 10 વર્ષ જુના વિદ્યાર્થીએ શિક્ષિકાનો પીછો કરી હેરાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ, વિદ્યાર્થીની ધરપકડ
Rander Police Station (File Image )

Follow us on

સુરત (Surat )જિલ્લાના એક ગામમાં રહેતી અને રાંદેરમાં(Rander ) સુમન હાઈસ્કુલની શિક્ષિકાને 10 વર્ષ પછી અચાનક જુના વિદ્યાર્થીએ(Student ) ફોન કરી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં આ શિક્ષિકાનો પીછો કર્યો હતો. આ વિદ્યાર્થી અહીં જ અટક્યો ન હતો. તેણે આ શિક્ષિકા રહે ત્યાંના વોચમેન પાસે આવીને મેડમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ગયો હતો. આખરે ત્રાસીને આ અંગે શિક્ષિકાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધારે તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લામાં આવેલ કામરેજ ખાતે રહેતી 41 વર્ષીય શિક્ષિકા રાંદેર ખાતે આવેલી સુમન હાઈસ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ત્યાં ગત 21 જુને બપોરે શિક્ષિકાના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો હતો. ‘હું યશ જીતેન્દ્રભાઈ વેગડા બોલું છું, હુ આજથી દશેક વર્ષ પહેલા તમારો વિદ્યાર્થી હતો અને તમારા ખબર અંતર પુછવા માટે કોલ કર્યો છે’ તેવું કહ્યું હતું. ફરી ત્યારબાદ યશ નામનો આ વિદ્યાર્થી આ શિક્ષીકાને અઠવાડિયા સુધી રોજ ફોન કરીને પરેશાન કરતો હતો. છતાં પણ શિક્ષિકાએ ધ્યાને લીધું ન હતું અને છતાં પણ વિદ્યાર્થીએ તેણીને સતત હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ વિદ્યાર્થીની હેરાનગતિ એટલી વધી ગઈ હતી કે તે ઘણીવાર બાઈક લઈને શિક્ષિકાના ઘર સુધી પાછળ જતો હતો. આમ વિદ્યાર્થી સતત શિક્ષિકાને હેરાન પરેશાન કરતો રહ્યો હતો. જેથી શિક્ષિકાએ તેના પરિવારના લોકોને જાણ કરી ત્યારબાદ તેમણે વિદ્યાર્થીને બોલાવી માફી મંગાવી હતી.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

તેમ છતાં પણ વિદ્યાર્થી થોડા દિવસ સુધી સુધરી ગયા બાદ ફરી પોતાની હરકત છતી કરી દીધી હતી અને વોચમેન પાસે આવીને શિક્ષીકાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી આખરે આ શિક્ષિકાએ કંટાળી સુરતના કામરેજ પોલીસ સ્ટેશન લઈ જઈ અરજી કરી હતી. બાદમાં પણ ફરી 18 જુલાઈએ બપોરે યશ સ્કુલ પર શિક્ષિકાને મળવા ગયો હતો. જેથી ગભરાઈ ગયેલા શિક્ષિકા રાંદેર પોલીસ સ્ટેશનમાં યશ જીતેન્દ્ર વેગડાની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Next Article