Surat : શિપિંગ કંપનીઓના કન્ટેનરની અછતને કારણે ફરી ઉદ્યોગ સાહસિકોની મુશ્કેલીઓ વધી

શિપિંગ કંપનીઓએ કોરોનાની પ્રથમ લહેર બાદ કન્ટેનર ચાર્જમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું, જે હજુ પણ યથાવત છે. કન્ટેનર ચાર્જ જે સામાન્ય રીતે 1000 થી 1800 ડોલર હોય છે તે ફરી 7 થી 8 હજાર ડોલર સુધી પહોંચી ગયો છે.

Surat : શિપિંગ કંપનીઓના કન્ટેનરની અછતને કારણે ફરી ઉદ્યોગ સાહસિકોની મુશ્કેલીઓ વધી
shortage of containers hits business
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 2:05 PM

કોરોનાને (Corona )કારણે શિપિંગ કંપનીઓના કન્ટેનરની અછતને કારણે વધેલા ચાર્જે ઉદ્યોગ સાહસિકોની (Industrialist )મુશ્કેલીઓ વધારી દીધી છે. જ્યારે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી છે, ત્યારે કન્ટેનર ચાર્જ ફરીથી 7 હજાર ડોલરને પર પહોંચી ગયા છે. જેની કિંમત પહેલા 3 હજાર ડોલરની નજીક હતી.. ચીનમાં ન્યુ યર હોવાને કારણે ત્યાંથી આવતા કન્ટેનરોમાં વેઇટિંગ જોવા મળી રહી છે. જેના કારણે વોટરજેટ, એરજેટ, જેકાર્ડ સહિતની ટેક્સટાઈલ મશીનરીના ચાર્જિંગ અને વેઈટિંગ બંનેને અસર થઈ છે

કોરોનાના કારણે ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ચીનમાં સૌપ્રથમવાર કોરોના દેખાયા બાદ ત્યાંના શહેરોના બંદરો પર વર્ષોથી પડેલા કન્ટેનરને કારણે શિપિંગ કંપનીઓ પાસે કન્ટેનરની અછત છે. જેના કારણે શિપિંગ કંપનીઓએ કોરોનાની પ્રથમ લહેર બાદ કન્ટેનર ચાર્જમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું, જે હજુ પણ યથાવત છે. કન્ટેનર ચાર્જ જે સામાન્ય રીતે 1000 થી 1800 ડોલર હોય છે તે ફરી 7 થી 8 હજાર ડોલર સુધી પહોંચી ગયો છે.

જ્યારે આ સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ચાર્જીસમાં ઘટાડો થયો. જો કે, ચાઇનીઝ ન્યુ યરને કારણે, ચાઇનીઝ કંપનીઓ વેકેશન પહેલા ઉત્પાદન પૂર્ણ કરી રહી છે. જેના કારણે કન્ટેનરની પણ અછત સર્જાઈ છે. જેની સીધી અસર કન્ટેનરના દર પર જોવા મળી રહી છે. સ્થાનિક ઉદ્યોગકારોએ જણાવ્યું કે કન્ટેનરની કિંમત ફરી 7 હજારની નજીક પહોંચી ગઈ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચીનમાં વેકેશનને કારણે મશીનની ડિલિવરી શક્ય નથી ભારતમાં કોરોના પછી ટેક્સટાઇલ મશીનરીમાં રોકાણ વધ્યું છે. માંગ વચ્ચે ત્યાંથી આવતી મશીનરી પર ચાર્જની અસર જોવા મળી રહી છે. ઉદ્યોગ સાહસિક મયુર ગોલવાલાએ જણાવ્યું હતું કે મશીનરીની માંગ છે પરંતુ 15 જાન્યુઆરીથી વેકેશન શરૂ થવાના કારણે કંપનીઓ દ્વારા એડવાન્સ બુકિંગના કારણે કન્ટેનરના અભાવે મશીનરીની રાહ જોવાઈ રહી છે.

આમ પહેલા જીએસટી અને હવે અન્ય મુશ્કેલીઓએ ઘેરો ઘાલતા કાપડ વેપારીઓ અને મિલ માલિકોની પરેશાનીમાં વધારો થયો છે. કારણ કે દોઢ વર્ષ બાદ માંડ માંડ જ્યાં પરિસ્થિતિ થાળે પાડીને વેપાર ધંધો પટરી પર આવી રહ્યો છે, ત્યાં આવી મુસીબતો આવતા વેપાર ધંધા પર પણ અસર પડી છે.

આ પણ વાંચો : Surat : દિલ્હી પોલીસ અને સુરતની સંસ્થાની પહેલ, નાની બાળકીઓ પર જાતીય હિંસા રોકવા શરૂ કરી ઝુંબેશ

આ પણ વાંચો : સુરતથી વૈષ્ણોદેવી દર્શનાર્થે ગયેલા 1600થી વધુ યાત્રિકો ફસાયા, ખેડૂત આંદોલનના લીધે ટ્રેનો રદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">