AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga Day 2023: યોગ કરી સુરતે નોંધાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

સુરતે સૌથી મોટી સંખ્યામાં એક સાથે યોગ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સુરતને અભિનંદન પાઠવ્યા છે.

International Yoga Day 2023: યોગ કરી સુરતે નોંધાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
PM Modi congratulate Surat
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 22, 2023 | 8:04 AM
Share

Surat: 21 જૂને ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day 2023) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સુરતે (Surat) ઈતિહાસ રચ્યો છે. રાજ્યકક્ષાની યોગ દિનની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી. જેમાં 1.50 લાખથી વધુ લોકોએ એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સુરતને અભિનંદન પાઠવ્યા છે.

PM મોદીએ પાઠવ્યા અભિનંદન

સુરતે સૌથી મોટી સંખ્યામાં એક સાથે યોગ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે. ગઈકાલે એટલે કે 21 જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1.50 લાખથી વધુ લોકોએ યોગ કરી ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સુરતને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો International Yoga Day 2023: સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આ પહેલા 1.09 લાખ સાથે જયપુરના નામે રેકોર્ડ હતો

શહેરની શાળા કોલેજના વિધાર્થીઓ, શિક્ષકો, શહેરીજનો તેમજ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો અને ગૃહિણીઓ મળી કુલ 1.50 લાખથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. સુરતના વાય જંકશનથી લઈને SVNIT સર્કલ સુધી 1.50 લાખથી વધુ લોકોએ એકસાથે યોગા કર્યા હતા અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્તત કર્યું હતું. આ પહેલા 1.09 લાખ સાથે જયપુરના નામે રેકોર્ડ હતો.

વિદેશીઓ અને દિવ્યાંગ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા

સુરતના મગદલ્લા ભાઈ જંકશનથી SVNIT સર્કલ અને બ્રેડલાઈનર સર્કલ સુધી 12 કિલોમીટરના રૂટ પર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યોગાભ્યાસમાં ભાગ લેવા માટે 42 શાળાના 20 હજારથી વધુ બાળકો વહેલી સવારથી કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત ગૃહિણીઓ તેમજ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો સહિત શહેરના નાના મોટા દરેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિદેશી મહેમાનો અને દિવ્યાંગ બાળકોએ પણ યોગા કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
g clip-path="url(#clip0_868_265)">