International yoga day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

International yoga day 2023: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સુરતે આજે ઇતિહાસ રચ્યો છે. જેમાં 1.50 લાખથી વધુ લોકોએ એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે.

International yoga day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
1.50 lakh people performed yoga
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 21, 2023 | 9:27 AM

Surat :  21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International yoga day) ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે  છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સુરતે (surat) આજે ઇતિહાસ રચ્યો છે. રાજ્યકક્ષાની યોગ દિનની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી. જેમાં 1.50 લાખથી વધુ લોકોએ એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે. સુરતે સૌથી મોટી સંખ્યામાં એક સાથે યોગા કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.

સુરતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

સુરતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા.

શહેરની શાળા કોલેજના વિધાર્થીઓ, શિક્ષકો, શહેરીજનો તેમજ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો અને ગૃહિણીઓ મળી કુલ 1.50 લાખથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.સુરતના વાય જંકશનથી લઈને SVNIT સર્કલ સુધી 1.50 લાખથી વધુ લોકોએ એકસાથે યોગા કર્યા હતા અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્તત કર્યું હતું. આ પહેલા 1.09 લાખ સાથે જયપુરના નામે રેકોર્ડ હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો International Yoga Day 2023: સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

42 શાળાના 20 હજારથી વધુ બાળકો જોડાયા

સુરતના મગદલ્લા ભાઈ જંકશનથી SVNIT સર્કલ અને બ્રેડલાઈનર સર્કલ સુધી 12 કિલોમીટરના રૂટ પર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યોગાભ્યાસમાં ભાગ લેવા માટે 42 શાળાના 20 હજારથી વધુ બાળકો વહેલી સવારથી કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત ગૃહિણીઓ તેમજ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો સહિત શહેરના નાના મોટા દરેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિદેશી મહેમાનો અને દિવ્યાંગ બાળકોએ પણ યોગા કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 125 બ્લોગ બનાવવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ બ્લોગ પર એલઇડી સ્ક્રીન સ્પીકર સહિતની સુવિધા કરવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">