Surat Rain : અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના પગલે અનેક વૃક્ષો ધરાશાયી, ફાયર વિભાગ આખી રાત કામે લાગ્યુ
સુરત શહેરમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું. જેના કારણે ભારે નુકસાન થયુ હતુ.
Surat Rain News : સુરત શહેરમાં ગતરોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાતે 10 વાગ્યા બાદ વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી. જેમાં અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષો તુટી પાડયા હતા.
ફાયર વિભાગે આખી રાત વૃક્ષ હટાવવાની કામગીરી કરી
સુરત શહેરમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું. જેના કારણે ભારે નુકસાન થયુ હતુ.
#Surat માં વાવાઝોડા અને વરસાદના પગલે અનેક વૃક્ષો ધરાશાયી, ફાયર વિભાગ આખી રાત કામે લાગ્યુ#gujarat #GujaratRains #suratrain pic.twitter.com/E0hKu2aD9T
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2024
વાતાવરણમાં પ્રસરી ઠંડક
હવામાન વિભાગ દ્વારા આગામી 16 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. શહેરના પાલ, અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જોતજોતામાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
Heavy rain leaves rural areas of Umarpada waterlogged, #Surat #GujaratRains #Gujarat #TV9News pic.twitter.com/eQlgzxQgSp
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2024
લોકોના ઘરના છાપરા ઉડ્યા
સુરત શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારવો છાપરા પણ ઉડયા હોવાની ઘટના બની હતી. ભારે પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાઈ થઈ જતાં ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. સુરતમાં કુલ 18 વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે અડાજણ પાટિયા પાસે આવેલી સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તુટી પડ્યું હતું. જેના પગલે 3થી 4 લાખનું નુકસાન થયું હતું. જ્યારે કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો.
ઝોન પ્રમાણે રાતના 10થી સવાર સુધી કેટલા ઝાડ પડ્યા
- સેન્ટ્રલ- 4
- રાંદેર- 9
- લિંબાયત- 1
- કતારગામ- 3
- વરાછા- 1